Not Set/ IPL 2019: વોર્નર-બેરિસ્ટોની તોફાની બેટિંગ, બેંગ્લોરની 118 રનથી શરમજનક હાર

ધુંઆધાર બેટ્સમેન જોની બેરિસ્ટોના 56 બોલમાં 114 રન તેમજ ડેવિડ વોર્નરના 55 બોલમાં 100 રનની આક્રમક સદીને સહારે હૈદરાબાદે આઇપીએલ-12 સીઝનના 11 મા મેચમાં બેંગ્લોરને 118 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. હૈદરાબાદના 2 વિકેટે 231 રનના લક્ષ્યાંક સામે બેંગ્લોરની ટીમ માત્ર 113 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. બેંગ્લોરની હેટ્રિક હાર: હૈદરાબાદની ત્રણ મેચમાં આ […]

Uncategorized
Warner Bairstow partnership IPL 2019: વોર્નર-બેરિસ્ટોની તોફાની બેટિંગ, બેંગ્લોરની 118 રનથી શરમજનક હાર

ધુંઆધાર બેટ્સમેન જોની બેરિસ્ટોના 56 બોલમાં 114 રન તેમજ ડેવિડ વોર્નરના 55 બોલમાં 100 રનની આક્રમક સદીને સહારે હૈદરાબાદે આઇપીએલ-12 સીઝનના 11 મા મેચમાં બેંગ્લોરને 118 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. હૈદરાબાદના 2 વિકેટે 231 રનના લક્ષ્યાંક સામે બેંગ્લોરની ટીમ માત્ર 113 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.

બેંગ્લોરની હેટ્રિક હાર:

હૈદરાબાદની ત્રણ મેચમાં આ બીજી જીત છે. કોલકાતાથી તેને હારવું પડ્યું હતું તો રાજસ્થાનને હૈદરાબાદે મ્હાત આપી હતી. બીજી તરફ બેંગ્લોરની આ હૈટ્રિક હાર છે. બેંગ્લોર પહેલા મેચમાં ચેન્નઇ વિરુદ્વ 70 રનમાં આઉટ થઇ હતી તો મુંબઇની વિરુદ્વ 187 રનનું લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી.

હૈદરાબાદની ઘાતક બોલિંગ સામે બેંગ્લોર ઘૂંટણે પડ્યું

વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરને મોહમ્મદ નબીએ બીજી ઓવરમાં પહેલો ઝટકો આપતા આખરી બોલમાં પાર્થિવ પટેલ (11)ને મનીષ પાંડેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેની આગામી ઓવરની પહેલી બોલમાં તેણે શિમરોન હેટમાયરને (9) સ્ટમ્પિંગ આઉટ કરાવ્યો. આ જ ઓવરમાં એ બી ડેવિલિયર્સ (1) પણ નબીના બોલનો શિકાર બન્યો હતો. ટીમ સેટ નહોતી થઇ ત્યાં જ સંદીપ શર્માએ સાતમી ઓવરમાં બેંગ્લોરની 2 વિકેટ ખેરવીને બેંગ્લોરની ચિંતા વધારી દીધી હતી. તેને ઓવરની પહેલી બોલમાં વિરાટ કોહલીને (3) શોર્ટ કવરમાં વોર્નરના હાથે કેચઆઉટ અને ત્યારબાદ મોઇન અલીને (2) રનઆઉટ કર્યો હતો. ત્યારબાદ નબીએ ફરીથી ઘાતક બોલિંગનું પ્રદર્શન કરીને શિવમ દુબેને (5) લોંગ ઓન પર દીપક હુડાના હાથે આઉટ કર્યો હતો.

વોર્નર-બેરિસ્ટોની તોફાની બેટિંગ

પહેલા બેટિંગમાં આવેલી હૈદરાબાદ માટે બન્ને ખેલાડીઓએ 185 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. સતત ત્રીજા મેચમાં વોર્નર અને બેરિસ્ટોએ હૈદરાબાદ માટે સદીની ભાગીદારી નોંધાવી હતી. વોર્નર અને બેરિસ્ટો પહેલા ખેલાડી છે જેમણે આઇપીએલમાં સતત 3 સદીની ભાગીદારી નોંધાવી છે. આ અગાઉ કોલકાતા વિરુદ્વ બન્ને વચ્ચે 118 રન અને રાજસ્થાન વિરુદ્વ 110 રનની ભાગીદારી નોંધાવી છે.

વોર્નરે 55 બોલમાં 5 ફોર અને 5 સિક્સરની મદદથી 100 રન બનાવ્યા હતા.  બેરિસ્ટોએ 56 બોલમાં 12 ફોર અને 7 સિક્સરની મદદથી 114 રન બનાવ્યા હતા તેણે આઇપીએલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેણે આઈપીએલની ત્રીજી જ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. આમ કરનાર તે એન્ડ્રયુ સાયમંડ્સ પછી બીજો બેટ્સમેન છે.

આઈપીએલમાં બીજી વખત એક જ ઇનિંગ્સમાં બે સદીની ઘટના બની છે. આ પહેલા બેંગલોરના વિરાટ કોહલી અને ડી વિલિયર્સે 2016માં ગુજરાત લાયન્સ સામે સદી ફટકારી હતી. આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 231 રન બનાવી પોતાનો બેસ્ટ સ્કોર બનાવ્યો હતો.

બેંગ્લોરની ટીમ: પાર્થિવ પટેલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટ્ન), એબી ડિવિલિયર્સ, મોઇન અલી, શિમરોન હેટમાંયર, શિવમ દુબે, કોલીન ડી ગ્રાન્ડહોમ, ઉમેશ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને પ્રયાસ રે બર્મન

હૈદરાબાદની ટીમ: ડેવિડ વોર્નર, જોની બેરિસ્ટો(વિકેટકીપર), મનીષ પાંડે, વિજય શંકર, મોહમ્મદ નાબી, યુસુફ પઠાણ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર (કેપ્ટ્ન), દિપક હુડા, સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કોલ