Not Set/ કર્ણાટક ચૂંટણી ઓપિનિયન પોલ : ત્રિશુંક વિધાનસભા રચવાના એંધાણ, જુઓ કઈ પાર્ટીને કેટલી મળશે બેઠકો

દિલ્લી, વર્તમાન કર્ણાટક રાજ્યમાં પોતાની સરકાર ધરાવતી અને દેશની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી કર્ણાટકની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનવા જઈ રહી છે. ઇન્ડિયા ટુડે-કાર્વી ઇનસાઈટસ ઓપિનિયન પોલમાં કર્ણાટક રાજ્યમાં ત્રિશુંક વિધાનસભા રચાઈ રહી છે પરંતુ આ ચૂંટણીના સર્વેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની રહી છે. જયારે કેન્દ્રમાં સરકાર ધરાવતી ભાજપ આ ચૂંટણીમાં પોતાના ઘરમાં એકજૂથ […]

India
dddddddddg કર્ણાટક ચૂંટણી ઓપિનિયન પોલ : ત્રિશુંક વિધાનસભા રચવાના એંધાણ, જુઓ કઈ પાર્ટીને કેટલી મળશે બેઠકો

દિલ્લી,

વર્તમાન કર્ણાટક રાજ્યમાં પોતાની સરકાર ધરાવતી અને દેશની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી કર્ણાટકની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનવા જઈ રહી છે. ઇન્ડિયા ટુડે-કાર્વી ઇનસાઈટસ ઓપિનિયન પોલમાં કર્ણાટક રાજ્યમાં ત્રિશુંક વિધાનસભા રચાઈ રહી છે પરંતુ આ ચૂંટણીના સર્વેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની રહી છે. જયારે કેન્દ્રમાં સરકાર ધરાવતી ભાજપ આ ચૂંટણીમાં પોતાના ઘરમાં એકજૂથ થવાના કારણે ૨૦૧૩ની ચૂંટણી કરતા સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે.

કર્ણાટકની ચૂંટણીના ઓપિનિયન પોલમાં વર્તમાન મુખ્યમંત્રી સિધ્ધામૈયાને વોટરોએ પોતાની પહેલી પસંદ માન્યા છે. બેરોજગારી અને ભષ્ટાચાર જેવા મુદ્દાઓ પર જોવા મળતા લોકોના રોષના કારણે કોંગ્રેસને નુકશાન પહોચી રહ્યું હતું પરંતુ કેટલીક હદ સુધી વર્તમાન મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન ભરપાઈ કરી લીધી છે.

ઇન્ડિયા ટુડે-કાર્વી દ્વારા ૧૭ માર્ચથી ૧૫ એપ્રિલ વચ્ચેના સમયગાળા દરમિયાન કર્ણાટક વિધાનસભાની તમામ ૨૨૪ સીટો પર કરવામાં આવેલા સર્વે મુજબ, કોંગ્રેસને ૯૦ થી ૧૦૧ સીટ જીતી રહી છે પરંતુ આ આંકડો બહુમતીના જાદુઈ આંકડાથી કેટલીક સીટ પાછળ રહી ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસને આ સર્વે મુજબ ૨૦૧૩ વિધાનસભા ચૂંટણી જેટલા જ ૩૭ ટકા વોટ મળી રહ્યા છે.

મહત્વનું છે કે, ૨૦૧૩માં કોંગ્રેસ પાર્ટી દ્વારા ૧૨૨ સીટ પર વિજય મેળવી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી.

ઓપિનિયન પોલમાં બહાર આવેલા આંકડાઓ મુજબ, કર્ણાટકમાં મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપને ૨૦૧૩ની ચૂંટણી કરતા સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને જોરદાર ટક્કર આપતી જોવા મળી રહી છે.

સર્વે મુજબ, ૨૦૧૮ની કર્ણાટક ચૂંટણીમાં ભાજપને ૭૮ થી ૮૬ સીટ મળતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩માં ભાજપને માત્ર ૪૦ સીટો મળી હતી.  ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં કુલ ૩૫ % વોટ મળી રહ્યા છે જે ૨૦૧૩માં ૩૨.૬ ટકા હતા.

જયારે કર્ણાટક રાજ્યની ત્રીજી સૌથી મોટી પાર્ટી જનતા દળ (સેક્યુલર) એટલે કે જેડીએસ બહુજન સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન બનાવી આ સર્વે મુજબ ચૂંટણીમાં ૩૪ થી ૪૩ સીટ મળી રહી છે. આ વિધાનસભા ચૂંટણીમાં જેડીએસને કુલ ૧૯ ટકા વોટ મળી રહ્યા છે તે ૨૦૧૩માં ૨૧ ટકા હતા.