Ayushmanbharat-Scam/ આયુષ્માન ભારત યોજનામાં જબરજસ્ત કૌભાંડ, એક જ મોબાઈલ નંબર પર લાખો લોકોની નોંધણી

સરકાર કોઈપણ યોજના લોકો માટે શરૂ કરે તેમા કૌભાંડ ન થાય તો જ નવાઈ. હવે સરકારે દ્વારા જનહિતાર્થે શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે.

Top Stories India Breaking News
Ayushmanbharatscam આયુષ્માન ભારત યોજનામાં જબરજસ્ત કૌભાંડ, એક જ મોબાઈલ નંબર પર લાખો લોકોની નોંધણી

નવી દિલ્હીઃ સરકાર કોઈપણ યોજના લોકો માટે શરૂ કરે તેમા Ayushmanbharat Scam કૌભાંડ ન થાય તો જ નવાઈ. હવે સરકારે દ્વારા જનહિતાર્થે શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજનામાં કૌભાંડ બહાર આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આયુષ્યમાન ભારત યોજનામાં એક જ મોબાઇલ નંબર પર લાખો લોકોનું રજિસ્ટ્રેશન થયું છે. આ અંગે માનવામાં આવે છે કે આ રીતે રજિસ્ટર થયેલા લોકો ભારતના નાગરિકો ન પણ હોઈ શકે અને ભારતમાં ગેરકાયદેસર રીતે રહેનારા લોકો આ પ્રકારનો લાભ મેળવતા હોય તેવી પ્રબળ માન્યતા છે.

ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGના Ayushmanbharat Scam એક રિપોર્ટમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર પર નોંધાયેલા છે. આ મોબાઈલ નંબરના તમામ 10 નંબરનો અંક 9 (9999999999) છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન ભારત યોજનાના ઓડિટ પરના પોતાના રિપોર્ટમાં CAGએ આ ચોંકાવનારી માહિતી આપી છે.

ખોટા મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવ્યું

ખાસ વાત એ છે કે જે મોબાઈલ નંબર પરથી લગભગ 7.5 લાખ Ayushmanbharat Scam લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તે નંબર પણ ખોટો હતો, એટલે કે તે નંબર માટે કોઈ સિમ કાર્ડ નથી. BIS ડેટાબેઝના વિશ્લેષણમાં આટલી મોટી સંખ્યામાં નકલી નોંધણીઓ બહાર આવી છે. રિપોર્ટમાં આવો જ એક અન્ય મામલો પણ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 1 લાખ 39 હજાર 300 લોકો અન્ય નંબર 8888888888 સાથે જોડાયેલા છે, જ્યારે 96,046 અન્ય લોકો 90000000 નંબરથી જોડાયેલા છે. આ સિવાય આવા 20 જેટલા નંબરો પણ સામે આવ્યા છે, જેની સાથે 10,000 થી 50,000 લાભાર્થીઓ જોડાયેલા છે. સીએજીના અહેવાલમાં કુલ 7.87 કરોડ લાભાર્થીઓ નોંધાયા છે, જે 10.74 કરોડ (નવેમ્બર 2022)ના લક્ષ્યાંક પરિવારોના 73% છે. આ પછી સરકારે તેનો વ્યાપ વધારીને 12 કરોડ કરી દીધો હતો.

ફોન નંબર વિના સારવાર મેળવવામાં મુશ્કેલી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેટાબેઝમાં કોઈપણ લાભાર્થી સાથે Ayushmanbharat Scam સંબંધિત રેકોર્ડ શોધવા માટે મોબાઈલ નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આની મદદથી કોઈ આઈડી કાર્ડ વગર રજીસ્ટ્રેશન ડેસ્ક પર જઈ શકે છે. જો મોબાઈલ નંબર જ ખોટો હોય, તો ઈ-કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં લાભાર્થીની ઓળખ કરવી મુશ્કેલ બની શકે છે. એટલે કે આ પછી લાભાર્થીને યોજનાનો લાભ મળવો લગભગ અશક્ય બની જશે. હોસ્પિટલો તેમને સુવિધાઓ નકારશે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

 

આ પણ વાંચોઃ ST Students Fee/ ST વિદ્યાર્થીઓ માટે ઉચ્ચશિક્ષણ મેળવવું બન્યું સરળઃ છ લાખથી વધુ ફી હશે તો રાજ્ય સરકાર ભરશે

આ પણ વાંચોઃ Adani/ અદાણી વિલ્મરનો 44 ટકા હિસ્સો વેચી ખાદ્યતેલના કારોબારમાંથી જ નીકળી જશે

આ પણ વાંચોઃ Opposition-No Confidence Motion/ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષના હુમલાનો આજે અમિત શાહ લેશે જવાબ, પહેલા દિવસે શું હતું

આ પણ વાંચોઃ Supreme Court-Article 370 Case/ ‘આર્ટિકલ 370 પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન જ નથી’ – સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

આ પણ વાંચોઃ world lion day/એશિયાટીક સિંહ એ ગુજરાતનું ગૌરવ છે! આ કાર્યક્રમમાં 10 જિલ્લાની શાળા-કોલેજોના 8500 બાળકો ભાગ લેશે.