Ahmedabad/ રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાની કડક કાર્યવાહી: PI આર.એસ. ઠાકર અને PSI વી.એ પરમાર સસ્પેન્ડ

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલે સાબરમતી વિસ્તારમાં કુખ્યાત બાબુ દાઢીના અડ્ડામાં દરોડો પાડ્યો હતો. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ અડ્ડામાંથી…

Top Stories Ahmedabad Gujarat
Sabarmati Gambling Police

Sabarmati Gambling Police: અમદાવાદ શહેરમાં સ્ટેટ સર્વેલન્સ સેલ સક્રિય કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે એક સપ્તાહમાં વધુ એક જુગારધામ ઝડપી પાડ્યું છે. પરંતુ આ વખતે આશ્ચર્યની વાત એ છે કે PSI અને પોલીસકર્મીઓ સહિત કુલ 12 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાબરમતીના ડી કેબિન વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટર્સમાં કુખ્યાત બાબુ દાઢી દ્વારા ચલાવવામાં આવતા કેસિનો પર દરોડો પાડ્યો હતો. જે બાદ ટીમે જુગાર રમતા 12 જુગારીઓને પકડી પાડ્યા હતા. જુગારધામમાંથી પોલીસ જ આ રીતે પકડાઈ જતાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલે સાબરમતી વિસ્તારમાં કુખ્યાત બાબુ દાઢીના અડ્ડામાં દરોડો પાડ્યો હતો. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ અડ્ડામાંથી કુલ 12 જુગારીઓની ધરપકડ કરી છે. આ પોલીસકર્મીઓ જુગારધામની બહાર નજર રાખી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન જુગારના અડ્ડાને સુરક્ષા પૂરી પાડતા બે પોલીસકર્મીઓ ભાગી ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 10 લાખ 80 હજાર રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. આ ઉપરાંત ટીમે એક વાહન અને એક ટુ-વ્હીલર પણ જપ્ત કર્યું છે. સાબરમતી રેલવે ક્વાર્ટરમાં કુખ્યાત બાબુ દાઢી દ્વારા ચલાવવામાં આવતા અડ્ડાઓનો પર દરોડો પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા જુગારીઓમાં PSI નો પણ સમાવેશ થતો હોવાના અહેવાલો છે. તો એક પોલીસકર્મી ક્રાઈમ બ્રાન્ચમાં નોકરી કરે છે. પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

જણાવી દઈએ કે, સાબરમતી પોલીસ સ્ટેશનમાં કામ કરતા આર.એસ. ઠાકર, PI, તેમજ વી.એ. પરમાર, PSIને જુગારની પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ રહેતા અધિકારીઓને DGP એ ફરજ પર મોકૂફ કરેલ છે.

આ પણ વાંચો: Bharat Jodo Yatra / PM મોદી કહે છે કે બેરોજગારી નથી પણ યુવાનો કહે છે કે નોકરી નથી મળતી: રાહુલ ગાંધી