ગુજરાત/ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે પોતાની વિરુધ્ધ ખોટી અરજી કરનાર સામે કર્યો 5 કરોડનો દાવો

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ વિરુધ્ધ મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે ગંભીર આક્ષેપ કર્યા હતા. 

Top Stories Gujarat Others
કેબિનેટ મંત્રી અર્જુન સિંહ
  • કેબિનેટ મંત્રી વિરુદ્ધ દુષ્કર્મની અરજીનો મામલો
  • અર્જુનસિંહ ચૌહાણે અરજદાર વિરુદ્ધ કોર્ટમાં કર્યો દાવો
  • અર્જુનસિંહ ચૌહાણે 5 કરોડ રૂપિયાનો કર્યો દાવો
  • પોતાની રાજકીય કારકિર્દીને નુકશાન પહોંચવાથી અરજી
  • ખોટી અરજી કરનાર સામે કાર્યવાહી કરવા કરી અરજી
  • તેમના પર લાગેલા આરોપો હતા પાયા વિહોણા

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ઉપર એક સ્થાનિક સરપંચ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. અને કેબિનેટ મંત્રી અર્જુન સિંહ વિવાદમાં ફસાયા હતા.  રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ વિરુધ્ધ મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે ગંભીર આક્ષેપ કર્યા હતા.

સરપંચે પોતાની અરજીમાં જણાવ્યુ હતું કે, કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ભાજપ જિલ્લા પ્રમુખ હતા ત્યારે તેમણે હોદ્દો અને સત્તાનો દુરુપયોગ કરીને તેમની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે તેમણે ખેડા જિલ્લા એસ.પી. કચેરી પર જઈને અરજી આપી હતી. જો કે પાછળથી આ મામલે સરપંચની પત્ની દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. ફરિયાદીની પત્નીએ આ મામલે એસપી સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોઇ મારા પર કોઈ દુષ્કર્મ  થયુ નથી, આ વાત તદન ખોટી અને પાયાવિહોણી છે. ફરિયાદીની પત્નીએ તમામ આરોપો ફગાવી દીધી છે. આ મામલે કેબિનેટ મંત્રી અર્જુન સિંહને ફસાવવાનો અને રાજકીય કારર્કિદીને દાગ લગાવવાનું  ષડયંત્ર આમ આદમી પાર્ટીનાર દ્વારા કરવામાં આવ્યું હતું.

જો કે હવે આ મામલે મંત્રી અર્જુનસિંહ પણ લડી લેવાના મૂડ માં જણાય છે. તેમણે પોતાની રાજકીય અને સામાજિક ઇમેજ ને ખરડવાનો પ્રયાસ કરવા સબબ પોલીસ કચેરીએ જઇ  ખોટી અરજી આપનાર સરપંચ વિરુધ્ધ રૂપિયા 5 કરોડનો દાવો માંડ્યો છે. આ નાગે તેમણે જણાવ્યુ હતું કે, પોતાની રાજકીય અને સામાજિક કારકિર્દીને નુકસાન પહોચડવાના ઈરાદા પૂર્વક આ અરજી કરવામાં આવી હતી. અને એટ્લે જ હવે ખોટી અરજી કરનાર સરપંચ વિરુધ્ધ કાર્યવાહી કરી છે. તેમના ઉપર મૂકવામાં આવેલા આરોપ પાયવિહોણા હતા.

Income Tax / ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ, રવિવારે પણ ચાલુ રહેશે આવકવેરા કચેરી

Maharashtra / સંજય રાઉતના ઘરે EDની ટીમ પહોંચી, શિવસેના સાંસદને કસ્ટડીમાં લઈ શકાય છે

ધર્મ વિશેષ / શ્રાવણમાં કરો આ નાનકડો ઉપાય, ઘરે બેસીને મળશે 12 જ્યોતિર્લિંગની પૂજાનું ફળ