Gujarat/ પી સી બીની ટીમનો ચાંદખેડામાં સપાટો, શું ઝડપાયું જાણો?

દારૂ ની 114 બૉટલ અને બીયરના 24 ટીન મળી કુલ રુ 2.98 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 07 at 10.30.28 PM પી સી બીની ટીમનો ચાંદખેડામાં સપાટો, શું ઝડપાયું જાણો?

@વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

પી સી બી દ્વારા દારૂ ની 114 બૉટલ અને બીયરના 24 ટીન મળી કુલ રુ 2.98 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે… PCB એ રવિવારે ચાંદખેડા ઉમા ભવાની રેલ્વે ફાટક પાસેથી એક કારને આંતરી તેમાંથી વિદેશી દારૂ ની 114 બૉટલ અને બીયરના 24 ટીન મળી કુલ રુ 2.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પી સી બીના ઇન્સ્પેક્ટર એચ કે સોલંકીની સૂચના મુજબ તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.. ત્યારે પ્રાપ્ત બાતમીના આધારે એક કારને આંતરી, તેમ ચકાસણી કરતાં દારૂ ની બૉટલ અને બીયર ના ટીન માંડી આવ્યા હતા. ઇન્સ્પેક્ટર સોલંકીએ જણાવ્યું હતું કે કારચાલક ધર્મેન્દ્રસિંહ પઢિયાર, રહે ચાંદખેડાને પકડી લેવાયો છે.. પ્રાથમિક પૂછપરછ દરમયાન જાણવા મળ્યું હતું કે દારૂ નો મુદ્દામાલ મહસાસના ખાતે રહેતા જતીન નામના માણસને પહોંચાડવાનો હતો. ઇન્સ્પેક્ટર સોલંકી એ કહ્યું હતું કે પ્રાથમિક પૂછપરછમાં આ માલ રાજસસ્થાન તરફથી લવાયો હતો.. છેલ્લા કેટલા સમયથી દારૂની હેરાફેરી નું શૂટિંગ ચાલી રહ્યું છે તે જાણવા માટે પીસીબી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે