Not Set/ પાંચ દિવસથી ગુજરાતમાં મેઘ મહેર, હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી

અમદાવાદ, છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં મોડીરાતથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદમાં હજુ 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મોડી રાતથી પૂર્વના વિસ્તારોમાં મેઘો ધોધમાર જોવા મળ્ય હતો. જ્યારે અમદાવાદ […]

Top Stories Ahmedabad Gujarat Trending
9b783670 0746 4b05 93f8 86f39820c201 1 પાંચ દિવસથી ગુજરાતમાં મેઘ મહેર, હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી

અમદાવાદ,

છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં મોડીરાતથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

અમદાવાદમાં હજુ 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મોડી રાતથી પૂર્વના વિસ્તારોમાં મેઘો ધોધમાર જોવા મળ્ય હતો. જ્યારે અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં પણ ધીમી ધારથી સતત વરસાદ જોવા મળ્યો હતો. નીચાણાવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 84 તાલુકાઓમા નોધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ગોધરામાં સૌથી વધારે 5 ઈંચ અને મોરવા હડફ, બાલાશિનોર, કપડવંજ, હાલોલ, શેહરા અને સંતરામપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

કુલ છ તાલુકાઓમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સાત તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે 16 તાલુકાઓમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો 52 તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

મધ્ય પ્રદેશમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. હાલ ડેમમાં 98189 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં ડેમની સપાટીમાં છ મીટરનો વધારો થયો છે. ડેમની હાલની સપાટી 115.82 મીટર છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લ્લા 4 દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયેલો રહ્યો હતો. ત્યારે હવે  આગાહી કરવામાં આવી છે. તેથી હવે જગતના તાત પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.