Cricket/ રાશિદ ખાને અરાજકતા વચ્ચે દેશને ન છોડી દેવા વિશ્વનાં નેતાઓને કરી અપીલ

સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાને અફઘાનિસ્તાનમાં શાંતિની અપીલ કરતા વિશ્વનાં નેતાઓને કહ્યુ કે, અફઘાનિસ્તાનમાં વધતી હિંસા વચ્ચે તેઓ તેના દેશને અરાજકતા વચ્ચે છોડીને ન જાય.

Top Stories Sports
રાશિદ

સ્ટાર ઓલરાઉન્ડર રાશિદ ખાને અફઘાનિસ્તાનમાં શાંતિની અપીલ કરતા વિશ્વનાં નેતાઓને કહ્યુ કે, અફઘાનિસ્તાનમાં વધતી હિંસા વચ્ચે તેઓ તેના દેશને અરાજકતા વચ્ચે છોડીને ન જાય. રાશિદે ટ્વિટ કર્યું, ‘પ્રિય વિશ્વ નેતાઓ! મારો દેશ અરાજકતાનો સામનો કરી રહ્યો છે, બાળકો અને મહિલાઓ સહિત હજારો નિર્દોષ લોકો દરરોજ શહીદ થઈ રહ્યા છે. ઘરો અને સંપત્તિનો નાશ થઈ રહ્યો છે. હજારો પરિવારો વિસ્થાપિત થયા છે. અમને અરાજકતામાં ન છોડીને જાઓ. અફઘાનીઓને મારવાનું બંધ કરો અને અફઘાનિસ્તાનનો નાશ કરવાનુ બંધ કરો. અમે શાંતિ ઈચ્છીએ છીએ.’

આ પણ વાંચો – Cricket / ધોનીને લઇને દિનેશ કાર્તિકે આપ્યુ મોટું નિવેદન, કહ્યુ – તેના કારણે મારા ટીમ ઈન્ડિયામાં…

અમેરિકન સૈનિકોની વાપસી બાદ તાલિબાન ફરી એકવાર અફઘાનિસ્તાનમાં માથું ઉંચું કરી રહ્યું છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનનાં ઘણા શહેરો કબજે કર્યા છે. તાલિબાન દ્વારા અનેક પ્રકારની અમાનવીય ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર અફઘાનિસ્તાન ફરી એકવાર મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દરમ્યાન ક્રિકેટર રાશિદ ખાને દુનિયાને મદદ માટે અપીલ કરી છે. અફઘાનિસ્તાનનાં પ્રખ્યાત અને વિશ્વનાં દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટર રાશિદ ખાને ટ્વિટર પર આ અપીલ કરી છે. રાશિદ ખાને કહ્યું કે, વિશ્વનાં પ્રિય નેતાઓ, આ સમયે મારો દેશ મુશ્કેલીમાં છે. મહિલાઓ અને બાળકો સહિત હજારો નિર્દોષો દરરોજ શહીદ થઈ રહ્યા છે. ઘર અને અન્ય સંપત્તિનો નાશ થઈ રહ્યો છે. હજારો લોકોએ પોતાનું સ્થાન છોડવું પડ્યું છે.

આ પણ વાંચો – નવી શરૂઆત / હવે Messi નો પેરિસ સેન્ટ-જર્મન સાથે બે વર્ષનો કરાર, દર વર્ષે $ 41 મિલિયન કમાશે

રાશિદ ખાને કહ્યું કે, આવી સ્થિતિમાં દુનિયાએ અમને અરાજકતા વચ્ચે છોડવો જોઈએ નહીં. અફઘાનિસ્તાનનાં લોકોની હત્યા બંધ કરો. અફઘાનિસ્તાનને તોડવાનું બંધ કરો. અમે શાંતિ ઈચ્છીએ છીએ. રાશિદ ખાનની આ અપીલની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેમણે ટ્વિટર પર આ અપીલ કરી હતી. આપને જણાવી દઈએ કે, અમેરિકન સૈનિકો પાછા હટ્યા બાદ તાલિબાને ફરી એકવાર અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી દીધી છે. અમેરિકાએ 2001 માં હુમલો કરીને અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તા પરથી દૂર કર્યું હતું. હવે 20 વર્ષ બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. તમામ અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાન છોડી ગયા છે. ત્યારથી, તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરવાનું શરૂ કર્યું છે. તાલિબાન આતંકવાદીઓ અને અફઘાન સેના વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.