Not Set/ કૃષ્ણને પામવા હોય તો રોમરોમમાં પ્રેમ ભરી દો

જૂજ દિવસો બાદ કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે એ જાણી લેવું જરૂરી છે કે કૃષ્ણ જન્માષ્ટમી એટલે પ્રેમની અનુભૂતિ કરવાનો અવસર. કવિ શ્રી અંકિત ત્રિવેદી જણાવે છે કે “આપણી તકલીફ એ છે કે આપણી પાસે નરસિંહ અને મીરાનો કૃષ્ણ છે, એટલે કે વ્યક્તિ અને વિભૂતિનો કૃષ્ણ છે જ્યારે અનુભૂતિનો કૃષ્ણ નથી, તે જ્યારે અનુભૂતિનો કૃષ્ણ થઈ જશે ત્યારે તે બીજાનો શ્યામ નહીં પરંતુ હું જ શ્યામ તેમ થઈ જશે.”

Dharma & Bhakti
કૃષ્ણને

ભાવિશ્વ : ભાવિની વસાણી

આપણે હંમેશાં ‘કૃષ્ણ’ એટલે શું તેની વ્યાખ્યા બીજાના મુખે સાંભળતા આવ્યા છીએ. પોતાની દ્રષ્ટિએ કૃષ્ણ એટલે શું ? તે જાણવું જરૂરી છે. આમ તો કૃષ્ણના નામમાં જ તેની વ્યાખ્યા સમાયેલી છે, તે કૃષ્ણ એટલે આકર્ષણ પરંતુ મારી દ્રષ્ટિએ ” કૃષ્ણ એટલે પ્રેમ અને કૃષ્ણ એટલે સ્થિતિસ્થાપકતા.” જ્યારે આપણે પરિસ્થિતિ સાથે સમાધાન કરતા શીખી જઈશું ત્યારે આપણે પોતે કૃષ્ણમય બની જઈશું. કૃષ્ણએ તેની લીલાઓ દ્વારા એક જ સંદેશ આપ્યો છે કે “દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું અને બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો.” કૃષ્ણને પામવા હોય તો રોમરોમમાં પ્રેમ ભરી દો. જૂજ દિવસો બાદ કૃષ્ણને જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે એ જાણી લેવું જરૂરી છે કે કૃષ્ણ જન્માષ્ટમી એટલે પ્રેમની અનુભૂતિ કરવાનો અવસર. કવિ શ્રી અંકિત ત્રિવેદી જણાવે છે કે “આપણી તકલીફ એ છે કે આપણી પાસે નરસિંહ અને મીરાનો કૃષ્ણ છે, એટલે કે વ્યક્તિ અને વિભૂતિનો કૃષ્ણ છે જ્યારે અનુભૂતિનો કૃષ્ણ નથી, તે જ્યારે અનુભૂતિનો કૃષ્ણ થઈ જશે ત્યારે તે બીજાનો શ્યામ નહીં પરંતુ હું જ શ્યામ તેમ થઈ જશે.”

કૃષ્ણને પામવા હોય તો રોમરોમમાં પ્રેમ

ભગવાન વિષ્ણુનો એક અવતાર એટલે કૃષ્ણ. પરંતુ ધરતી પર અવતાર ધારણ કરીને કૃષ્ણ બનવા માટે તેમણે કેટલા સમાધાન કર્યા છે તે સૌ કોઇ જાણે છે. આપણે તો કંઈ નથી હોતા છતાં પોતાની તંગડી ઉંચી રાખીને ફરતા હોઈએ છીએ. જ્યારે અવતાર તરીકે જન્મ લેવા છતાં ભગવાન ભક્તોના પ્રેમને વશ થયેલા હોય છે. અને તેઓ એટલા બધા સ્થિતિસ્થાપક હોય છે કે ભક્તો માટે પોતાના સ્તર પરથી નીચા ઉતરવાની ચિંતા કરતા નથી. મારા ખ્યાલથી ઈશ્વરને પામવાનું સૌથી સરળ સાધન એટલે પ્રેમ, ભક્તિ અને અનુરાગ. ભક્તોનું માન રાખવા માટે પ્રભુએ ઘણી વખત નિયમો બદલ્યા હોવાનું આપણે જોયું અને સાંભળ્યું છે. અને આવી જ ભગવાન કૃષ્ણની બાળલીલામાં અનુભૂતિ કરાવતું ભજન અનુપ જલોટાના મુખે સાંભળીએ ત્યારે ભાવવિભોર થઈ જવાય છે.

Sri Krishna Lila | God Images and Wallpapers - Sri Krishna Wallpapers

જેમની માત્ર કૃપાદૃષ્ટિ સમગ્ર વિશ્વનું પાલન થાય છે એ વિષ્ણુને ગોકુળમાં માખણ ખાવા અને ખવડાવવા માટે કેટલી વખત જદોહજહેમત ઉઠાવવી પડી હતી. જેમનું ધ્યાન દેવાધિદેવ ભગવાન શિવ કરે છે જેમને જોવા માટે તમામ દેવી-દેવતાઓ હંમેશા લાલાયત રહેતા હોય છે, એવા કૃષ્ણ બાળ સખા સાથે કઈ રીતે ગેડી દડો રમતા હતા. જેમના ભયથી સપ્ત સાગર પણ ઉકળી જતા હોય એવા ભગવાન શ્રી કૃષ્ણને માતા યશોદાથી ભયભીત થઈ અશ્રુ ટપકાવતા જોવા મળ્યા છે. આ બધા પાછળ માત્રને માત્ર એક જ કારણ છે અને તે પ્રેમ છે. આમ કૃષ્ણ જન્માષ્ટમી એટલે માત્ર અને માત્ર પ્રેમની અનુભૂતિ. ભક્તોના પ્રેમને વશ થઈને ભગવાન કેવી લીલા કરતા હોય છે તેનું ભજન અહીં માણીએ…

Krishna Lila Archives - ISKCON Chowpatty

प्रबल प्रेम के पाले पड़ के, प्रभु का नियम बदलते देखा।
अपना मान भले टल जाए, भक्त का मान न टलते देखा॥

जिनकी केवल कृपा दृष्टी से, सकल विश्व को पलते देखा।
उसको गोकुल के माखन पर, सौ-सौ बार मचलते देखा॥

जिनका ध्यान बिरंची शम्भू, सनकादिक न सँभालते देखा।
उसको बाल सखा मंडल में, लेकर गेंद उछालते देखा॥

जिनके चरण कमल कमला के, करतल से ना निकलते देखा।
उसको गोकुल की गलियों में, कंटक पथ पर चलते देखा॥

जिनकी वक्र भृकुटी के भय से, सागर सप्त उबलते देखा।
उसको माँ यशोदा के भय से, अश्रु बिंदु दृग ढलते देखा॥

प्रभु को नियम बदलते देखा, प्रभु को नियम बदलते देखा….

કૃષ્ણને પામવા હોય તો રોમરોમમાં પ્રેમ

મારા ખ્યાલથી કૃષ્ણને પામવા હોય તો ગોપી બન્યા વિના છૂટકો નથી અને ગોપી એટલે તમામ પરિસ્થિતિઓની થપાટને ભૂલી અને માત્ર અને માત્ર કૃષ્ણમય એટલે કે આનંદ મય થઈ જવું. અને સમયની સાથે સ્થિતિસ્થાપકતા કેળવવી. તેવી જ અનુભૂતિ કરાવતું એક ગીત “સુર કે ઘુંઘરુ બાંધ પૈર મેં… આજ શ્યામ મેં નાચૂંગી” પ્રિતી ઉત્તમ દ્વારા સંસ્કૃત ફિલ્મ ‘કાન્હા’માં ગાવામાં આવ્યું છે. કૃષ્ણ જેમ દરેક પરિસ્થિતિમાં વાંસળી વગાડી શકે છે, રાસલીલા રચાવે છે, તે જ રીતે કૃષ્ણની સીખ એટલે કે સૂરીલી ધૂન પર આપણે પણ રસ તરબોળ થઈ અને નાચવાનું છે. પરંતુ તેના માટેનો પ્રથમ નિયમ છે કે ખાલી થઈ જવું. તો જ સુર સાથે તાલ આપણે આપી શકીશું. અને કૃષ્ણની સીખને આપણા જીવનમાં ઉતારી શકીશું.

majboor str 6 કૃષ્ણને પામવા હોય તો રોમરોમમાં પ્રેમ ભરી દો