Not Set/ ગુજરાતની દિકરી અને સ્કેટિંગ ક્વીન મુસ્કાને સિલ્વર મેડલ જીતી પૂર્ણ કરી “મેડલ હેટ્રિક”

ગુજરાતની દિકરી અને સ્કેટિંગ ક્વીન મુસ્કાન સંઘવીએ  વર્ષ 2019-2020 માટે વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલી નેશનલ આર્ટિસ્ટિક ફિગર્સ રોલિંગ સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતી “મેડલ હેટ્રિક” પૂર્ણ કરી લીધી છે. આ સિલ્વર મેડલ જીત્યાની સાથે જ મુસ્કન સંઘવીએ સતત ત્રીજા વર્ષે પોડિયમ પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું. ભારતીય રાષ્ટ્રીય સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2017-2018માં મેડલ મેળવનારી એકમાત્ર છોકરી છે […]

Ahmedabad Gujarat Sports
pjimage 1 1 ગુજરાતની દિકરી અને સ્કેટિંગ ક્વીન મુસ્કાને સિલ્વર મેડલ જીતી પૂર્ણ કરી "મેડલ હેટ્રિક"

ગુજરાતની દિકરી અને સ્કેટિંગ ક્વીન મુસ્કાન સંઘવીએ  વર્ષ 2019-2020 માટે વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલી નેશનલ આર્ટિસ્ટિક ફિગર્સ રોલિંગ સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતી “મેડલ હેટ્રિક” પૂર્ણ કરી લીધી છે. આ સિલ્વર મેડલ જીત્યાની સાથે જ મુસ્કન સંઘવીએ સતત ત્રીજા વર્ષે પોડિયમ પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું.

ભારતીય રાષ્ટ્રીય સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2017-2018માં મેડલ મેળવનારી એકમાત્ર છોકરી છે મુસ્કાન. આ સિવાય પણ તેણીએ 2017-2018માં અનેક ચંદ્રકો અને ટાઇટલ જીત્યા હતા, ત્યારબાદ 2018-2019માં રજત ચંદ્રક જીત્યો હતો. તેણે 2018-2019માં એશિયનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ચોથું સ્થાન મેળવ્યું હતું.

 WhatsApp Image 2020 01 03 at 4.25.03 PM ગુજરાતની દિકરી અને સ્કેટિંગ ક્વીન મુસ્કાને સિલ્વર મેડલ જીતી પૂર્ણ કરી "મેડલ હેટ્રિક"

મુસ્કાનની મહેનત, જાળવણી અને રમત પ્રત્યેના જુસ્સાને લીધે તેણી આ મુસાફરીમાં આગળ વધી છે. તેના રૂમમાં લટકતા મેડલ્સની હારમાળા, તેને ખેલ મહાકુંભમાં તેની વિજેતા સ્થિતિ અને સ્કૂલમાં જુનિયર સ્પોર્ટસ કેપ્ટન તરીકે ઉત્તમ સારી રીતે પ્રતિબિંબિત કરે છે.

એક દિવસ રોલર સ્કેટિંગ આર્ટિસ્ટિક ફિગર કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું મુસ્કાનનું સપનું છે. તે તેની ઉપલબ્ધિઓનો શ્રેય તેના કોચ જ્યુતિકા કિરણ દેસાઈને આપે છે. તેણી 5 વર્ષની ઉંમરેથી જ તેની ડ્રાઇવિંગ ફોર્સ અને સપોર્ટ સિસ્ટમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.