Not Set/ રાજકોટ LCBને મોટી સફળતા, આંગડિયા લૂંટનાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા

રાજકોટ રૂરલ LCB પોલીસ ને એક મોટી સફળતા મેળવી છે, થોડા સમય પહેલા રાજકોટ ના જામકંડોરણા માં 10 લાખ રૂપિયા ની મોટી આંગડિયા લૂંટ ધોળે દિવસે થઈ હતી અને રાજકોટ LCB દ્વારા તેના ત્રણ આરોપી ને મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવ્યા છે રાજકોટ જામકંડોરણા માં ગત તારીખ 7 મે ના રોજ શહેર ના ભરચક […]

Gujarat Rajkot
r1 1 રાજકોટ LCBને મોટી સફળતા, આંગડિયા લૂંટનાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા

રાજકોટ રૂરલ LCB પોલીસ ને એક મોટી સફળતા મેળવી છે, થોડા સમય પહેલા રાજકોટ ના જામકંડોરણા માં 10 લાખ રૂપિયા ની મોટી આંગડિયા લૂંટ ધોળે દિવસે થઈ હતી અને રાજકોટ LCB દ્વારા તેના ત્રણ આરોપી ને મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવ્યા છે

રાજકોટ જામકંડોરણા માં ગત તારીખ 7 મે ના રોજ શહેર ના ભરચક વિસ્તાર માં આવેલ RC આંગડિયા માં બપોર ના સુમારે છરી ની અણીએ લૂંટ થયેલ હતી લૂંટારા મોટરસાયકલ ઉપર આવી ને પેઢી ના કર્મચારી ઓ ને છરી બતાવી ને 10 લાખ ની રોકડ લૂંટી ને ફરાર થાય હતા આ લૂંટારા ને પકડવા માટે રાજકોટ પોલીસ ની તમામ બ્રાંચ કામે લાગી હતી જેમાં રાજકોટ LCB ને મોટી સફળતા મળી હતી, જેમાં પોલીસે 3 આરોપી ને પકડી પડયા હતા જેમાં જામકંડોરણા ના બોરીયા નો રહેવાસી મયુર, રાજકોટ અંકેવડીયા નો રહેવસી યુવરાજસિંહ, અને એક UP કાનપુર નો રહેવાસી મોહિત જે રાજકોટ માં પાણી પુરી ની લારી ચલાવે છે.

r3 રાજકોટ LCBને મોટી સફળતા, આંગડિયા લૂંટનાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા

આ આરોપી ઓ માં મયુર RC આંગડિયા ની સામેજ બેઠક ધરાવે છે અને સતત તેની નજર આંગડિયા પેઢી ઉપર જ રાખતો હતો. લૂંટ ના આગલા દિવસે તેણે અહીં રેકી કરી ને લૂંટ કેમ કરવી એનું પ્લાનિંગ કરેલ હતું. જયારે યુવરાજ એક રીઢો ગુનેગાર છે અને તે મૂળ લીમડી નો અંકેવડીયા ગામ નો રહેવસી છે તે રાજકોટ માં મારામારી ના ગુના માં સંડોવાયેલ પણ છે. યુવરાજ એ રાજકોટ નું પ્રખ્યાત ગુનેગાર હત્યારો પેંડા નો સાગરીત પણ છે, જયારે રાજકોટ માં પાણી પુરી વેંચતો મયુર નો પણ ક્રિમિનલ મગજ ધરાવે છે.

r2 1 રાજકોટ LCBને મોટી સફળતા, આંગડિયા લૂંટનાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા

મયુર એ ડ્રાઈવિંગ નો ધંધો કરે છે ને જુગાર રમવા નો આદિ છે, જયારે યુવરાજ પણ મોજ શોક કરવા માં માહેર છે, જ્યારે મોહિત નું જોવા જઈ એ તો પૈસા ની જરૂરિયાત વાળો હોય આ ત્રણે એ ભેગા થઈ ને આ લૂંટ કરવા માટે પ્લાન કરેલ હતો અને લૂંટ ને અંજામ આપેલ. આ ત્રિપુટી એ એક પ્લાનિંગ કરી ને લૂંટ ને અંજામ આપ્યો હતો, લૂંટ કરવા માટે તેવો એ એક હીરો હોન્ડા મોટરસાયકલ, અને એક બોલેરો ઉપયોગ કરેલ હતો, બોલેરો ઉપર હ્યુમન રાઈટ ઓફ ઇન્ડિયા નું મોટું બોર્ડ મારેલ હતું. જેથી કોઈ અટકાવે નહિ અને લાંબી પૂછ પરછ ના કરે.

r4 1 રાજકોટ LCBને મોટી સફળતા, આંગડિયા લૂંટનાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા

આ ત્રણે આરોપી ને જામ કંદોરણા ના બોરીયા માં આવેલ મયુર ના તબેલા માંથી પકડી પાડવા માં આવ્યા હતા. અહીં તેવો લૂંટ ની રકમ ની ભાગ બટાઈ કરવા માટે ભેગા થયેલા હતા અને રાજકોટ રૂરલ LCB ને મોટી સફળતા મળેલ હતી. હાલ તો આ આરોપી ઓ પોલીસ ની હવાલાતમાં છે,

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.