Not Set/ World Cup : પાકિસ્તાનની હાર પર અખ્તરે લીધી ટીમની ક્લાસ, કહ્યુ લક્ષ્ય સુધી પહોચવુ અમારા ઈતિહાસમાં નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતને 89 રને વિજય મળ્યો હતો. આ મેચમાં પાકિસ્તાન ટીમનો દેખાવ ઘણો શરમજનક રહ્યો હતો. કોઇ પણ ડિપાર્ટમેન્ટમાં પાકિસ્તાનનાં ખેલાડીઓ ભારતીય ટીમને પછાડી શક્યા નહોતા. જેના પર પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે યૂટ્યૂબ પર પોતાના ગુસ્સાને ઠલવતા કહ્યુ છે કે, સરફરાજે પોતાના મગજ વિના કેપ્ટનશીપ કરી. અમારી મેનેજમેન્ટ […]

Top Stories Sports
Soaib Akhtar World Cup : પાકિસ્તાનની હાર પર અખ્તરે લીધી ટીમની ક્લાસ, કહ્યુ લક્ષ્ય સુધી પહોચવુ અમારા ઈતિહાસમાં નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતને 89 રને વિજય મળ્યો હતો. આ મેચમાં પાકિસ્તાન ટીમનો દેખાવ ઘણો શરમજનક રહ્યો હતો. કોઇ પણ ડિપાર્ટમેન્ટમાં પાકિસ્તાનનાં ખેલાડીઓ ભારતીય ટીમને પછાડી શક્યા નહોતા. જેના પર પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે યૂટ્યૂબ પર પોતાના ગુસ્સાને ઠલવતા કહ્યુ છે કે, સરફરાજે પોતાના મગજ વિના કેપ્ટનશીપ કરી. અમારી મેનેજમેન્ટ બુદ્ધિવિહીન છે અને કેપ્ટન તેનો મામૂ બનેલો છે. આ કેપ્ટન એવો છે જેવા ઘોરણ 10નાં વિદ્યાર્થી હોય છે. જે મેનેજમેન્ટ કહી દીધુ, બસ તે જ કરવાનુ છે. શોએબ અખ્તરે કહ્યુ કે, PM ઈમરાન ખાને મેચને લઇને કેટલા ટ્વિટ કર્યા, પરંતુ બુદ્ધિવિહીન કેપ્ટનને કઇજ સમજણ ન પડી.

પાકિસ્તાનની ટીમની હાર પર ભડકેલા પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટીમનાં ખેલાડી અને ખાસ કરીને કેપ્ટન સરફરાજને લઇને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેણે સરફરાજને બુદ્ધિવિહીન બતાવ્યો હતો. અખ્તરે કહ્યુ કે, આપણા PM ઈમરાન ખાને મેચને લઇને ઘણા ટ્વિટ કર્યા પરંતુ મગજ વિનાને ક્યા સુજ પડે છે. તેણે કહ્યુ કે, ઈમરાન ખાને આવા લોકો માટડે ટ્વિટ કરવા ન જોઇએ, જેની અંદર કોઇ કેપેસિટી જ ન હોય. આ ટીમમાં કેપેસિટી બિલકુલ નથી. શોએબ અખ્તરે સરફરાજનાં પહેલા બોલિંગનાં નિર્ણયને લઇને કહ્યુ કે, આ મુકાબલામાં ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય મગજ વિનાનો કેપ્ટન જ લઇ શકે છે.સરફરાજને તે જ ખબર નહોતી કે તેની ટીમની સ્ટ્રેન્થ શું છે. પાકિસ્તાન બોલિંગનાં દમ પર મેચમાં બની શકતુ હતુ. જો પાકિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરતી તો બોલરો પર દબાવ ઓછો હોત. પરંતુ બ્રેનલેસ કેપ્ટન અને મેનેજમેન્ટ મેચ હારવાની નિયત સાથે રમી રહ્યા હતા. શોએબે કહ્યુ કે, હુ વિચારી રહ્યો હતો કે, આ બ્રેનલેસ કેપ્ટનમાં થોડો ઈમરાન ખાન નાખી દઉ, પરંતુ ઘણુ મોડુ થઇ ચુક્યુ હતુ.

ટાર્ગેટ હાંસિલ કરવો અમારા ઈતિહહાસમાં જ નથી

શોએબ અખ્તરે કહ્યુ કે, ટાર્ગેટ હાંસિલ કરવો અમારા ઈતિહાસમાં રહ્યુ નથી. વર્ષ 1999 વિશ્વકપમાં પણ અમારી પાસે દિગ્ગજ બોલરો હતા, પરંતુ ભારતની વિરુદ્ધ અમે 227 રન પણ હાંસિલ કરી શક્યા નહોતા. જો માન્ચેસ્ટરનાં મુકાબલામાં પાકિસ્તાન પહેલા બેટિંગ કરી 270 રન પણ બનાવતુ તો ભારત તે હાંસિલ ન કરી શકતુ. પરંતુ મગજ વિનાનાં કેપ્ટનનાં દેશને નીચુ જોવાનો સમય આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.