Not Set/ સુરતની બે બહેનોએ ગુજરાત માટે ઇતિહાસ રચ્યો, માઉન્ટ એવરેસ્ટ પર લહેરાવ્યો તિરંગો

દુનિયાનું સૌથી ઊંચું ગણાતા માઉન્ટ એવરેસ્ટને જ્યારે કોઈ મહિલા સર કરે ત્યારે દુનિયાનું મીડિયા તેની નોંધ લે છે.ગુજરાતની બે બહેનોએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે.ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું છે જેમાં બે સગી બહેનોએ દુનિયાનું હાઈસ્ટ પીક સર કર્યું હતું. રાજયમાં માટે પ્રાઉડ મોમેન્ટ ગણાય તેવી ક્ષણ 22મી મે ના રોજ આવી હતી.સુરતની બે બહેનો 25 […]

Top Stories Gujarat Surat
yy6 11 સુરતની બે બહેનોએ ગુજરાત માટે ઇતિહાસ રચ્યો, માઉન્ટ એવરેસ્ટ પર લહેરાવ્યો તિરંગો

દુનિયાનું સૌથી ઊંચું ગણાતા માઉન્ટ એવરેસ્ટને જ્યારે કોઈ મહિલા સર કરે ત્યારે દુનિયાનું મીડિયા તેની નોંધ લે છે.ગુજરાતની બે બહેનોએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે.ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું છે જેમાં બે સગી બહેનોએ દુનિયાનું હાઈસ્ટ પીક સર કર્યું હતું.

રાજયમાં માટે પ્રાઉડ મોમેન્ટ ગણાય તેવી ક્ષણ 22મી મે ના રોજ આવી હતી.સુરતની બે બહેનો 25 વર્ષની અદિતી વૈદ્ય અને 21 વર્ષની અનુજા વૈદ્ય એ માઉન્ટ એવરેસ્ટ સર કર્યુ છે.બંને બહેનોએ 29 હજાર ફુટ પર આવેલા એવરેસ્ટ પર સવારે પાંચ વાગે તિરંગો લહેરાવ્યો હતો.

ઘટના અંગે વિગતો આપતા ડો. આનંદ વૈદ્યએ જણાવ્યું હતું કે, તેમની બે પુત્રીઓ અદિતી વૈદ્ય  અને અનુજા વૈદ્ય એ આજે સવારે પાંચ વાગ્યાના સુમારે વિશ્વના સૌથી વધુ ઉંચાઇ ઉપર આવેલા હિમાલયના માઉન્ટ એવરેસ્ટ ઉપર તીરંગો લહેરાવીને એવરેસ્ટ શિખર સર કર્યું છે.

અદિતી અને અનુજા વૈદ્યએ 30મી માર્ચ 2019ના રોજથી એવરેસ્ટ બેઝકેમ્પ પરથી માઉન્ટીંગની શરૂઆત કરી હતી. અનેક વિકટ સમસ્યાઓ અને સતત બદલાતા હવામાન વચ્ચે અવરોધોને પાર કરીને અદિતી અને અનુજાએ એવરેસ્ટ પર  દેશનો તીરંગો લહેરાવીને ગુજરાતના ઇતિહાસમાં પોતાના નામ લખાવી દીધા છે. આ બન્ને દીકરી શહેરના જાણીતા એવા બાપાલાલ વૈદ્યની પ્રપોત્રીઓ છે.