construction of the temple/ UAE બાદ હવે આ મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિરનું ભવ્ય નિર્માણ થશે,સરકારે આપી દાનમાં જમીન

આંતરરાષ્ટ્રીય સંયોજક સ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિર તમામ ધર્મના લોકો માટે ખુલ્લું રહેશે. જેઓ ભારતીય પરંપરાઓ વિશે જાણવા અને સમજવા માગે છે તેઓનું અહીં સ્વાગત છે

Top Stories World
26 2 UAE બાદ હવે આ મુસ્લિમ દેશમાં હિન્દુ મંદિરનું ભવ્ય નિર્માણ થશે,સરકારે આપી દાનમાં જમીન

સાઉદી એરેબિયા બાદ આ મુસ્લિમ દેશમાં ભવ્ય મંદિરનું નિર્ણાણ થવા જઇ રહ્યું છે. બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સલમાન બિન હમાદ અલ ખલીફાએ સાઉદી અરેબિયામાં BAPS હિન્દુ મંદિરના વડા સાથે મુલાકાત કરી હતી.અબુ ધાબીના હિન્દુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળે મનામાના રાજવી મહેલમાં ક્રાઉનને મળ્યા હતા.

મધ્ય પૂર્વમાં બહેરીન બીજો દેશ છે જ્યાં BAPS સ્વામિનારાયણ સંસ્થા પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરશે. બહેરીન સરકારે મંદિરના નિર્માણ માટે જમીન દાનમાં આપી છે.બ્રહ્મવિહારી સ્વામીએ ક્રાઉન પ્રિન્સ પાસેથી મંદિરના નિર્માણ માટે જમીન મેળવવા બદલ તેમનો આભાર માન્યો હતો.તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક સંદેશ પણ આપ્યો જેમાં વડાપ્રધાન મોદીએ આ ઐતિહાસિક ક્ષણનું સ્વાગત કર્યું છે.સ્વામીએ કહ્યું કે, જમીનના રૂપમાં આ ઐતિહાસિક ભેટ મેળવવા માટે અમે બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છીએ. આ બંને દેશો વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો દર્શાવે છે.

BAPS મધ્ય પૂર્વના વડા અને આંતરરાષ્ટ્રીય સંયોજક સ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિર તમામ ધર્મના લોકો માટે ખુલ્લું રહેશે. જેઓ ભારતીય પરંપરાઓ વિશે જાણવા અને સમજવા માગે છે તેઓનું અહીં સ્વાગત છે.તેમણે કહ્યું કે, BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. તે ભારત અને બહેરીનના સંબંધો માટે પણ ખાસ છે. સાથે મળીને, તે આંતરરાષ્ટ્રીય સંવાદિતા માટે મહત્વપૂર્ણ છે.UAEના અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. તાજેતરમાં મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ મંદિર ફેબ્રુઆરી 2024માં જાહેર જનતા માટે ખુલશે.