Not Set/ હાથરસ કેસ/ એકવાર ફરી નિર્ભયા કેસનાં બન્ને વકીલો આમને-સામને, જાણો કોણ લડશે કોનો કેસ

  નિર્ભયાનાં દોષીઓને મૃત્યુદંડની સજા આપનાર એડવોકેટ સીમા સમૃદ્ધિ કુશવાહા હવે હાથરસમાં દલિત યુવતીની કથિત સામૂહિક-બળાત્કાર અને હત્યાનાં મામલામાં પીડિત પરિવારનો કેસ લડશે. આ માટે, પીડિતનાં પરિવારજનોએ પણ જરૂરી દસ્તાવેજો પર સંમતિ આપી અને સહી કરી છે. વળી આરોપીઓનો કેસ નિર્ભયાનો કેસ લડનાર એડવોકેટ એપી સિંઘ લડશે. નિર્ભયા કેસની ચર્ચામાં રહેલી એડવોકેટ સીમા કુશવાહાએ જણાવ્યું […]

India
90a738408b9a86a511295712bb0840d9 2 હાથરસ કેસ/ એકવાર ફરી નિર્ભયા કેસનાં બન્ને વકીલો આમને-સામને, જાણો કોણ લડશે કોનો કેસ
90a738408b9a86a511295712bb0840d9 2 હાથરસ કેસ/ એકવાર ફરી નિર્ભયા કેસનાં બન્ને વકીલો આમને-સામને, જાણો કોણ લડશે કોનો કેસ 

નિર્ભયાનાં દોષીઓને મૃત્યુદંડની સજા આપનાર એડવોકેટ સીમા સમૃદ્ધિ કુશવાહા હવે હાથરસમાં દલિત યુવતીની કથિત સામૂહિક-બળાત્કાર અને હત્યાનાં મામલામાં પીડિત પરિવારનો કેસ લડશે. આ માટે, પીડિતનાં પરિવારજનોએ પણ જરૂરી દસ્તાવેજો પર સંમતિ આપી અને સહી કરી છે. વળી આરોપીઓનો કેસ નિર્ભયાનો કેસ લડનાર એડવોકેટ એપી સિંઘ લડશે.

નિર્ભયા કેસની ચર્ચામાં રહેલી એડવોકેટ સીમા કુશવાહાએ જણાવ્યું હતું કે, તેઓ જલ્દી જ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કેસની સુનાવમી દિલ્હી ટ્રાન્સફર કરવા માટે તે માંગ કરશે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી આ મામલો ઉત્તર પ્રદેશની બહાર લેવામાં નહીં આવે ત્યાં સુધી હાથરસની પુત્રીને ન્યાય નહીં મળે. આરોપીઓને સજા થાય તે માટે તે તમામ પ્રયાસ કરશે. તેમને પૂરી આશા છે કે એક દિવસ હાથરસની પુત્રીને ન્યાય મળશે અને દોષીઓને કડક સજા મળશે.

એડવોકેટ સીમા કુશવાહાએ જણાવ્યું હતું કે, નિર્ભયા કેસમાં દોષીઓને ફાંસી અપાવવામાં પોલીસે પૂરો સહયોગ કર્યો હતો, પરંતુ આ કેસમાં પોલીસનું વલણ આખા કેસને ઠાંકી દેવાનું છે. તેથી તેઓ જાણે છે કે આ કેસમાં આરોપીને સજા કરવી સહેલી રહેશે નહીં. પરંતુ, કેટલાક તથ્યો અને પુરાવા તેમની પાસે આવે જે આરોપીઓને સજા સુનિશ્ચિત કરવામાં તેમની મુશ્કેલીઓ ઘટાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.