Not Set/ આજથી ખુલશે ધોરણ 9થી 12 ની શાળાઓ, વિદ્યાર્થીઓએ કડક પ્રોટોકોલનું પાલન કરવું પડશે

દેશની રાજધાની દિલ્હીમાં આજથી ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ ખુલવા જઈ રહી છે. રોગચાળા પછી આટલા લાંબા ગાળા બાદ શાળાઓ ખુલી રહી છે…

Top Stories India
1 5 આજથી ખુલશે ધોરણ 9થી 12 ની શાળાઓ, વિદ્યાર્થીઓએ કડક પ્રોટોકોલનું પાલન કરવું પડશે

દેશની રાજધાની દિલ્હીમાં આજથી ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ ખુલવા જઈ રહી છે. રોગચાળા પછી આટલા લાંબા ગાળા બાદ શાળાઓ ખુલી રહી છે, પરંતુ આ સમય દરમિયાન શાળા અને બાળકોએ કડક પ્રોટોકોલનું પાલન કરવું પડશે. શાળાઓ ખોલવા માટેની માર્ગદર્શિકા દિલ્હી સરકાર દ્વારા આજે જારી કરવામાં આવી છે. દિલ્હી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ વિદ્યાર્થીને શાળામાં આવવાની ફરજ પાડવામાં આવશે નહીં. જો કે આજથી શાળાઓ ખુલી રહી છે, ઘણી શાળાઓએ રાહ જોવાનું નક્કી કર્યું છે.

1 6 આજથી ખુલશે ધોરણ 9થી 12 ની શાળાઓ, વિદ્યાર્થીઓએ કડક પ્રોટોકોલનું પાલન કરવું પડશે

આ પણ વાંચો – કટોકટી / આ દેશની તિજોરી ખાલી થતાં અનેક આવશ્યક ચીજ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ,ખાધ કટોકટી જાહેર કરી

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સોમવારે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ શાળાઓમાં આવી શકશે નહી. આ દરમિયાન વિદ્યાર્થીઓનું ટેમ્પ્રેચર ચકાસવું ફરજિયાત રહેશે, યોગ્ય બેઠક વ્યવસ્થા હશે, એક વિદ્યાર્થી વચ્ચે બીજા વિદ્યાર્થી વચ્ચે યોગ્ય અંતર રહેશે, શિક્ષક સિવાયનાં કર્મચારીઓને વર્ગમાં આવવા દેવામાં આવશે નહીં. શાળાઓમાં રસીકરણ અને રાશન વિતરણનું કામ જે પહેલાથી ચાલી રહ્યું છે તે એક અલગ વિસ્તારમાં કરવામાં આવશે અને તે અભ્યાસ સ્થળથી દૂર હશે.

1 7 આજથી ખુલશે ધોરણ 9થી 12 ની શાળાઓ, વિદ્યાર્થીઓએ કડક પ્રોટોકોલનું પાલન કરવું પડશે

આ પણ વાંચો – દેશને સંબોધન / અમેરિકા રાષ્ટ્રપતિએ સંબોધનમાં કહ્યું અમારૂ મિશન સફળ રહ્યું,આતંકવાદ સામે લડાઇ ચાલુ રહેશે

દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, ટીમ એજ્યુકેશન દિલ્હીમાં સુરક્ષિત રીતે શાળાઓ ખોલવા માટે તૈયાર છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને એમ પણ કહ્યું કે શાળાઓ ખોલવાનો આ યોગ્ય સમય છે, સરકાર અંદાજિત જોખમ લઇ શકે છે અને ફરી એકવાર યોગ્ય રીતે વર્ગો શરૂ કરી શકે છે. જણાવી દઈએ કે દિલ્હી સિવાય અન્ય પાંચ રાજ્યોમાં પણ શાળાઓ ખોલવા જઈ રહી છે. આ મુખ્યત્વે તામિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત છે જ્યાં વર્ગ 1 થી વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં તાજેતરમાં કોરોનાનાં દૈનિક કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે વૈજ્ઞાનિકો દ્વારા ભીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે, જો વિદ્યાર્થીઓ શાળામાં જલ્દી નહી જાય તો આ પેઢી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.