Not Set/ ભારતનો વિરોધ કરતા પાક.ની હાલત બદ થી બદતર… ઈદ મનાવવી પણ મુશ્કેલ

કાશ્મીરમાંથી આર્ટીકલ 37૦ હટાવવાના નિર્ણય સામે પાકિસ્તાને ઘણા અવૈચારિક પગલા લીધા છે. ભારત સાથેના વૈપારિક સંબંધો બંધ કરવાનો નિર્ણય હવે ખુદ પાકીસ્તાનને જ મોંઘો પડી રહ્યો છે. ભારતમાંથી આયાત કરવામાં આવતા માલ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ બાદ પાકિસ્તાનના બજારોમાં રોજીંદા માલના ભાવમાં ભડકો થયો છે.  સ્થિતિ એ છે કે હવે ત્યાંના લોકો ઇદની ખરીદી કરી શકતા […]

Top Stories World
pak1 ભારતનો વિરોધ કરતા પાક.ની હાલત બદ થી બદતર... ઈદ મનાવવી પણ મુશ્કેલ

કાશ્મીરમાંથી આર્ટીકલ 37૦ હટાવવાના નિર્ણય સામે પાકિસ્તાને ઘણા અવૈચારિક પગલા લીધા છે. ભારત સાથેના વૈપારિક સંબંધો બંધ કરવાનો નિર્ણય હવે ખુદ પાકીસ્તાનને જ મોંઘો પડી રહ્યો છે. ભારતમાંથી આયાત કરવામાં આવતા માલ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ બાદ પાકિસ્તાનના બજારોમાં રોજીંદા માલના ભાવમાં ભડકો થયો છે.  સ્થિતિ એ છે કે હવે ત્યાંના લોકો ઇદની ખરીદી કરી શકતા નથી.

tameta 1 ભારતનો વિરોધ કરતા પાક.ની હાલત બદ થી બદતર... ઈદ મનાવવી પણ મુશ્કેલ

ખરેખર, પાકિસ્તાનના સામાન્ય લોકો અને ઉદ્યોગપતિઓ કહે છે કે આ વખતે ઈદની ઉજવણી કરવી મુશ્કેલ લાગી રહી છે.  કારણ કે ભારત તરફથી આવતી ચીજો પર પ્રતિબંધ હોવાને કારણે ફુગાવો વધ્યો છે.  અને આ વધતી મોંઘવારીએ રોજિંદી જરૂરિયાતોનું બજેટ ખરાબ કર્યું છે. લગ્નસરાની મોસમ પણ છે અને તેમાં પણ ફુગાવાની અસર થવાની સંભાવના છે.

tameta 3 ભારતનો વિરોધ કરતા પાક.ની હાલત બદ થી બદતર... ઈદ મનાવવી પણ મુશ્કેલ

બીજી બાજુ, બજારોમાંથી ઘરાકી ઘટી રહી છે.  શાકભાજીના ભાવમાં અચાનક વધારો થયો છે. ટામેટાંનો ભાવ પ્રતિ કિલો 300 રૂપિયા પર પહોંચી ગયો છે. ટામેટાં સિવાય અન્ય શાકભાજીના ભાવમાં પણ ખુબ મોટો વધારો છે. અને તે પહેલાથી જ ફુગાવા સાથે સંઘર્ષ કરી રહેલા લોકો માટે બેવડા ફટકાર સમાન લાગે છે.

tameta ભારતનો વિરોધ કરતા પાક.ની હાલત બદ થી બદતર... ઈદ મનાવવી પણ મુશ્કેલ

આ સિવાય દૂધનો ભાવ પણ 100 ને પાર કરી ગયો છે. કરાચી ડેરી ફાર્મર્સ એસોસિએશને થોડા દિવસો પહેલા જ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. પાકિસ્તાની અખબાર ના અહેવાલ મુજબ, વેચાણકર્તાઓ વહીવતી તંત્ર  દ્વારા નક્કી કરેલા ભાવ કરતા ઘણા વધારે ભાવે દૂધ વેચે છે.

પાકિસ્તાનમાં સોનું પણ તેના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. જે સોનું ભારતમાં 10 ગ્રામ દીઠ  37 હજાર 900 રૂપિયા મળી રહ્યું છે, તે પાકિસ્તાનમાં બમણાથી વધારે પહોંચી ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં પાકિસ્તાનમાં સોનાના ભાવમાં રૂ .1750 નો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં તો ભારે આગ લાગી ગઈ છે.

ભારત સાથેના તણાવને કારણે પાકિસ્તાનના શેરબજારને પણ નુકસાન થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થયો છે. માત્ર બે દિવસમાં કરાચી સ્ટોક એક્સચેંજમાં આશરે 1500 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે અને રોકાણકારોના 7400 કરોડ પાકિસ્તાની રૂપિયા ડૂબી ગયા છે.

ભારત સાથેના વેપારને સ્થગિત કરવાને કારણે, પાકિસ્તાને હજી વધુ નુકસાન સહન કરવું પડશે, કારણ કે દ્વિપક્ષીય વેપારમાં 80 ટકા માલ ભારતથી પાકિસ્તાન જાય છે, જ્યારે પાકિસ્તાનમાંથી ફક્ત ૨૦ ટકા માલ ભારતમાં આવે છે. તેથી, ઇમરાન ખાનના નિર્ણયથી ભારતને કોઈ ખાસ ફરક પડશે નહીં.

pak ભારતનો વિરોધ કરતા પાક.ની હાલત બદ થી બદતર... ઈદ મનાવવી પણ મુશ્કેલ

પાકિસ્તાનમાં ફુગાવાના આંકડા વિશે વાત કરવામાં આવે તો નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં ફુગાવાનો દર બે આંકડા પર પહોંચી ગયો છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. પાકિસ્તાનના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) અનુસાર, આ વર્ષે જુલાઈમાં ફુગાવાનો દર 10.34 ટકા હતો, જે ગયા વર્ષના સમાન ગાળામાં  5.84 ટકા હતો.

pak3 ભારતનો વિરોધ કરતા પાક.ની હાલત બદ થી બદતર... ઈદ મનાવવી પણ મુશ્કેલ

કાશ્મીરમાંથી આર્ટીકલ 37૦ હટાવવાના નિર્ણય પછી, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને લીધેલા તમામ નિર્ણયો પાકિસ્તાન માટે ખોટા સાબિત થયા છે.  તે પાકિસ્તાન માટે આત્મઘાતી સાબિત થયા છે.  ઇમરાન ખાનના નિર્ણયની સજા પાકિસ્તાની  લોકોએ ભોગવવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.