શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોના જવાનો દ્વારા આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. શનિવાર સવારે પુલવામાં જિલ્લાના ખારપુરામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, જવાનો દ્વારા ઠાર કરાયેલા આ ૩ આતંકીઓમાં મોસ્ટ વોન્ટેડ આતંકી જહૂર ઠોકરને પણ ઢેર કરાયો છે.
જો કે આ દરમિયાન એક જવાન શહીદ થયો છે, જયારે બે જવાન ઘાયલ થયા છે. સાથે સાથે એક સ્થાનિક યુવાનને પણ ગોળી વાગી છે.
મળતી માહિતી મુજબ, શનિવાર સવારે જવાનોને પુલવામાં જિલ્લાના ખારપુરામાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન જ આતંકીઓ દ્વારા ફાયરીંગ શરુ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં જવાનોને ૩ આતંકીઓને ઠાર કર્યા હતા.
મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાં સેના દ્વારા આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના ભાગરૂપે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોવામાં આવે તો, સુરક્ષાબળોએ છેલ્લા એક વર્ષમાં ૨૩૫ આતંકીઓને ઠાર કર્યા છે.