કૃષિ આંદોલન/ ખેડૂતોને ભડકાવી રહી છે ટુકડે ટુકડે ગેંગ : નરોત્તમ મિશ્રા

મધ્ય પ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ બુધવારે કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ….

India
zzas 107 ખેડૂતોને ભડકાવી રહી છે ટુકડે ટુકડે ગેંગ : નરોત્તમ મિશ્રા

મધ્ય પ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ બુધવારે કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે આ આંદોલન પાછળ ‘ટુકડે ટુકડે ગેંગ’નો હાથ બતાવતા કહ્યું છે કે, આ લોકો ખેડૂતોને ભડકાવી રહ્યા છે. આ સાથે, મિશ્રાએ મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કર્યો છે.

ખેડૂતોનાં આંદોલનને મળી રહેલા કોંગ્રેસનાં સમર્થન અંગે નરોત્તમ મિશ્રાએ કહ્યું, “મને નથી સમજાતું કે આ કૃષિ કાયદામાં ‘કાળુ’ શું છે?” ટુકડે-ટુકડે ગેંગજ તે છે જે ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે અને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હમણાં સુધી, કોઈ પણ ‘કાળા કાયદા’ વિશે વ્યાખ્યા આપી શક્યું નથી. “તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસનાં નેતા કમલનાથ, જેમણે 15 મહિનામાં ક્યારેય ખેડૂતનાં ખેતરોની મુલાકાત લીધી ન હોતી, તેઓ ટ્રેક્ટર ચલાવશે. ‘સોફા કમ-ટ્રેક્ટર’ ચલાવનાર રાહુલ ગાંધીને એ પણ ખબર નથી હોતી કે બટાકા જમીનની ઉપર કે નીચે ઉગે છે.

વળી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ખેડૂતોનાં આંદોલન વિશે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર આંદોલનકારી ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ છે અને કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોઈપણ સંજોગોમાં ખેડૂતોને દુઃખી થવા નહીં દે. ખેડૂત દિવસ નિમિત્તે શ્રેણીબદ્ધ ટ્વીટસમાં રાજનાથસિંહે પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંઘને શ્રદ્ધાંજલિ આપી હતી અને ખેડૂતોને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, તેઓએ દેશને અન્ન સુરક્ષા પૂરી પાડી છે. રાજનાથસિંહે કહ્યું કે, કેટલાક ખેડૂતો કૃષિ કાયદા અંગે આંદોલન કરી રહ્યા છે. સરકાર તેમની સાથે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે વાત કરી રહી છે. મને આશા છે કે તેઓ જલ્દીથી પોતાનું આંદોલન પાછું ખેંચી લેશે.

Covid-19 / જાણો કોરોનાનાં દર્દીઓ માટે શું આવ્યા રાહતનાં સમાચાર?…

Covid-19 / યુકેથી આવેલા પ્રવાસીઓમાંથી 20 પોઝિટિવ, ઉભા કર્યા તંત્ર સતર્ક…

Covid-19 / અમેરિકા ફરી કોરોનાના કોહરામનાં આગોશમાં, 24 કલાકમાં 3400થી વધ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો