દિલ્હી/ કાતિલ ઠંડીથી બચવા કરેલું તાપણું જ પરિવારના મોતનું કારણ બન્યું

પ્રથમ બનાવમાં દિલ્હીના અલીપુરમાં તાપણુ સળગાવીને ઉંઘી રહેલા ચાર જણા મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જેમાં

India
તાપણું

દિલ્હીમાં એકતરફ કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. પરંતુ આ તાપણું મોતનું કારણ પણ બની રહ્યું છે. બે અલગ અલગ તાપણું કરીને મીઠી નીંદર માણી રહેલા છ જણાના મોત નીપજ્યા હતા. જેમાં એક જ પરિવારના ચાર જણાનો સમાવેશ થાય છે.

પ્રથમ બનાવમાં દિલ્હીના અલીપુરમાં તાપણુ સળગાવીને ઉંઘી રહેલા ચાર જણા મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જેમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. સવારે જ્યારે પડોશીઓને જાણ થતા તેમણે પોલીસને માહિતી આપી હતી.

દિલ્હીના અલીપુરના એડિશનલ ડીસીપી બી ભરત રેડ્ડીના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં ઠંડીને કારણે એક પરિવાર તાપણાં માટે કોલસા સળગાવીને ઉંઘી રહ્યો હતો. પરંતુ કોલસાનો ધુમાડો ઘરમાં પ્રસરી જતા ઘરમાં ઉંઘી રહેલા પતિ, પત્ની અને બે બાળકો શંકાસ્પદ રીતે શ્વાસ રૂંધાવાથી મોતને ભેટ્યા હતા. પોલીસે એફએસએલની ટીમ બોલાવી હતી જેમણે કોલસાના નમૂના કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પશ્ચિમ દિલ્હીના ઈન્દ્રપુરીમાં પણ કાપણાની ઝરેટમાં આવવાથી બે જણાના મોત થયા હતા. સી 68 ઉષા ઈન્સ્ટીટ્યુટ પાસે આ બનાવ બન્યો હતો. જેમાં બે વ્યક્તિ તાપણુ સળગાવીને ઘરમાં ઉંઘી રહ્યા હતા ત્યારે તેમના મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ 22 વર્ષીય અભિષેક અને 54 વર્ષીય સોમ બહાદૂર તરીકે થઈ હતી.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Gandhinagar/ગાંધીનગર LCBની ટીમે દારૂનો જથ્થો ઝડપ્યો, હેરાફેરી માટે અજમાવી ગજબની તરકીબ

આ પણ વાંચો:Uttarayan celebration/કષ્ટભંજન હનુમાનજીને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યા