કૃષિ આંદોલન/ ટ્વીટરે 250થી વધુ લોકોના અકાઉન્ટ કર્યા બ્લોક, જાણો શું છે કારણ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત ટ્વીટ્સ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Top Stories Trending
Untitled 10 ટ્વીટરે 250થી વધુ લોકોના અકાઉન્ટ કર્યા બ્લોક, જાણો શું છે કારણ?

કેન્દ્ર સરકારે કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત ટ્વીટ્સ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આઇટી મંત્રાલયે ટ્વિટરના 250 ટ્વિટર એકાઉન્ટ્સ સ્થગિત કરવા સૂચના આપી છે. આ તમામ ખાતાઓ તાત્કાલિક અસરથી બ્લોક કરવામાં આવ્યા છે.

ટ્વિટર પર ખાસ હેશટેગ સાથે કેટલીક ટ્વીટ કરવામાં આવી હતી. 30 જાન્યુઆરીએ આ હેશટેગ ટ્વિટર પર ટ્રેંડ કરી રહ્યું હતું. વિદેશથી પણ ઘણા ટ્વીટ ટ્વિટર એકાઉન્ટ પર ચાલતા હતા. કેટલાક ખેડૂત સંગઠનો અને ખેડૂત આગેવાનોના અકાઉન્ટ પણ સસ્પેન્ડ કરેલા અકાઉન્ટમાં શામેલ છે.

આ અગાઉ 27 ડિસેમ્બરના રોજ ટ્વિટરએ 500 એકાઉન્ટ્સ બ્લોક કર્યા હતા. ટ્વિટરે કહ્યું હતું કે આ એકાઉન્ટ્સ પર લેબલ પણ લગાવવામાં આવ્યા છે. આ પ્રતિક્રિયા આપતાં ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું હતું કે હિંસા, દુરૂપયોગ અને ધમકીઓનું તેમના પ્લેટફોર્મ પર કોઈ સ્થાન નથી.

આ પણ વાંચો-   સ્થાનિક સ્વરાજ ચૂંટણી / ભાજપ 4 તારીખે જાહેર કરશે મનપાનાં ઉમેદવારોની યાદી

આ ખાતાઓને સસ્પેન્ડ કર્યા પછી ટ્વિટર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક અકાઉન્ટને લેબલ લગાવવામાં આવ્યું છે. આ એકાઉન્ટ્સ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય જો કોઈને કંઇક અપમાનજનક અથવા ઉત્તેજનાત્મક  લાગે છે તો તે તે એકાઉન્ટ વિશે ટ્વિટ કરી જાણ કરી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો