Not Set/ આજે ટ્રમ્પના સૌથી મોટા ‘દુશ્મન’ને મળશે PM મોદી, આતંકવાદ પર થશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા દુશ્મનને મળવાના છે. અહિયાં વાત ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીની કરવામાં આવૈ રહી છે જેને સાથે વડાપ્રધાન મોદી આજે મુલાકાત કરશે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે ત્યારે ન્યૂયોર્કમાં આ બેઠક થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો તાજેતરમાં જ કડવા […]

Top Stories
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 3 આજે ટ્રમ્પના સૌથી મોટા 'દુશ્મન'ને મળશે PM મોદી, આતંકવાદ પર થશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા દુશ્મનને મળવાના છે. અહિયાં વાત ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીની કરવામાં આવૈ રહી છે જેને સાથે વડાપ્રધાન મોદી આજે મુલાકાત કરશે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે ત્યારે ન્યૂયોર્કમાં આ બેઠક થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો તાજેતરમાં જ કડવા બન્યા છે, જ્યારે ઈરાનની નજીક આવેલા ભારતના સંબંધો અમેરિકા સાથે ખૂબ મધુર બન્યા છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રુહાનીની આ બેઠકમાં આતંકવાદ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

મંગળવારે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટની દ્વિપક્ષીય વાતચીત થઈ. આ બેઠકમાં આતંકવાદ, વેપાર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ ટ્રમ્પે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત કરી હતી ત્યારે ઈરાનનો મુદ્દો પણ સામે આવ્યો હતો અને ટ્રમ્પે ઈરાનને આતંકવાદીઓ માટે નંબર વન દેશ જાહેર કર્યો હતો.

ત્યાર પછી ઇમરાન ખાને કહ્યું હતું કે ટ્રમ્પે તેમને ઈરાન સાથે તણાવ ઓછો કરવા મધ્યસ્થી કરવા જણાવ્યું હતું. ત્યારે ટ્રમ્પે ખાનના નિવેદનની બરાબર વિરુદ્ધ કહ્યું કે પાકિસ્તાની વડાપ્રધાન આ માટે તેમની પાસે પહોંચ્યા હતા, પરંતુ હજી સુધી કંઈ નક્કી થયું નથી. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74 મા સત્રની બાજુમાં, ખાને ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે મુલાકાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.