Not Set/ એક સાથે 7 દર્દીઓએ કોરોનાને કર્યો પરાસ્ત, દેવભૂમી દ્વારકા જીલ્લો બન્યો કોરોના મુક્ત

કોરોનાનાં કહેરમાં આમતો અત્યારે પણ વધારો જોવામાં આવી રહ્યો છે અથવા બીજી રીતે જોવામાં આવે તો કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો, પરંતુ પાછલા દિવસોના સાપેક્ષમાં લોકો અને ખાસ કરીને દર્દીઓ કોરોનાનો જુસ્સા સાથે મુકાબલો પણ કરી રહ્યા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. પાછલા દિવસોની સાપેક્ષમાં માટે જ કોરોના પોઝિટિવ દર્દીઓનાં ડિસચાર્જ રેટમાં ભારે […]

Gujarat Others
f0c5389766a5b853e6fa9733b6426a34 એક સાથે 7 દર્દીઓએ કોરોનાને કર્યો પરાસ્ત, દેવભૂમી દ્વારકા જીલ્લો બન્યો કોરોના મુક્ત

કોરોનાનાં કહેરમાં આમતો અત્યારે પણ વધારો જોવામાં આવી રહ્યો છે અથવા બીજી રીતે જોવામાં આવે તો કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો, પરંતુ પાછલા દિવસોના સાપેક્ષમાં લોકો અને ખાસ કરીને દર્દીઓ કોરોનાનો જુસ્સા સાથે મુકાબલો પણ કરી રહ્યા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. પાછલા દિવસોની સાપેક્ષમાં માટે જ કોરોના પોઝિટિવ દર્દીઓનાં ડિસચાર્જ રેટમાં ભારે ઉછાળો જોવામાં આવી રહ્યો છે. અને આવી જ ઘટના સામે આવી છે દ્રારકામાં પણ, દ્વારકામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને કારમી પછળાટ આપી છે. 

જી હા, દ્વારકા એટલે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના ના 7 દર્દીઓ ને સાજા થઇ જતા રજા અપાઈ છે. આ તમામ દર્દીઓ સલાયાના 7 કોરોના પોઝિટિવ કેસ હતા. તમામ સાત દર્દીઓની ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, આજે એક સાથે 7 દર્દીઓ ને કોરોના સામેની જંગ જીતી લેતા રજા અપાઈ છે. જો કે, તમામને સલાયા ખાતે હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી. 

એક સાથે 7 દર્દીઓ ને રજા આપતા હાલ દ્વારકા જિલ્લો કોરોના પોઝીટીવ રહિત જિલ્લો બન્યો છે. હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થયેલ દર્દીઓની યાદી પર નજર કરવામાં આવે તો, આ સાત દર્દીઓમાં 5 વર્ષ નો બાળક, 8 વર્ષ બાળક, 15 વર્ષીય યુવતી, 22 વર્ષીય યુવાન, 29 વર્ષીય પુરુષ, 35 વર્ષીય મહિલા, 15 વર્ષીય યુવાનએ કોરોના ને મ્હાત આપી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….