Not Set/ CAA વિરોધ વચ્ચે કોન્સ્ટેબલ વિજેન્દ્રનાં બુલેટ પ્રૂફ જેકેટમાં ફસાઇ ગોળી, મળ્યુ બીજુ જીવન

દેશનાં ઘણા ભાગોમાં સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 ને લઇને અસામાજીક તત્વો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે અને લોકોની સુરક્ષા માટે તૈનાત પોલીસ બળો પર પથ્થરમારો પણ કરી રહ્યા છે. દરમિયાન ઉત્તરપ્રદેશનાં ફિરોઝાબાદથી એક અનિચ્છનીય ઘટના સામે આવી છે. શનિવારે અહીં વિરોધ દરમિયાન પોલીસને ગોળી વાગી હતી. કોન્સ્ટેબલ વિજેન્દ્ર કુમારની બુલેટપ્રૂફ વેસ્ટને પાર કરતી ગોળી […]

Top Stories India
Bulletproof CAA વિરોધ વચ્ચે કોન્સ્ટેબલ વિજેન્દ્રનાં બુલેટ પ્રૂફ જેકેટમાં ફસાઇ ગોળી, મળ્યુ બીજુ જીવન

દેશનાં ઘણા ભાગોમાં સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 ને લઇને અસામાજીક તત્વો સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે અને લોકોની સુરક્ષા માટે તૈનાત પોલીસ બળો પર પથ્થરમારો પણ કરી રહ્યા છે. દરમિયાન ઉત્તરપ્રદેશનાં ફિરોઝાબાદથી એક અનિચ્છનીય ઘટના સામે આવી છે. શનિવારે અહીં વિરોધ દરમિયાન પોલીસને ગોળી વાગી હતી. કોન્સ્ટેબલ વિજેન્દ્ર કુમારની બુલેટપ્રૂફ વેસ્ટને પાર કરતી ગોળી તેના જેકેટની આગળ રાખેલા વોલેટમાં જઇને ફસાઇ ગઇ હતી.

વિજેન્દ્રએ કહ્યું કે, ગઈકાલે વિરોધ દરમિયાન આ ગોળી લાગી હતી. મને ખરેખર એવું લાગે છે કે આ મારું બીજું જીવન છે. બીજી તરફ, સીએએને લઇને અલીગઢમાં થયેલા હિંસક વિરોધ બાદ 15 ડિસેમ્બરે ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી, જેને પુનઃસ્થાપિત કરવામાં આવેલ છે. ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, કાયદાનાં વિરોધની આડમાં સરકારી સંપત્તિને થતા નુકસાન પહોચાડનારની ઓળખ કરવામાં આવશે અને તેની સંપત્તિ જપ્ત કરીને તેના નુકસાનને પૂરુ કરવામાં આવશે. જેના માત્ર બે દિવસ બાદ, રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં વહીવટી તંત્રએ ત્રાસવાદીઓની ઓળખ શરૂ કરી દીધી છે અને તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ, શનિવારે રામપુરમાં તાજા હિંસાની ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. ગુરુવારથી રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સુપ્રીમ કોર્ટનાં વર્ષ 2018 નાં આદેશ મુજબ મુઝફ્ફર નગરમાં વહીવટીતંત્રે 50 દુકાનોને સીલ કરી દીધી છે, જે આ કથિત ત્રાસીવાદીઓને જણાવવામા આવી રહ્યુ છે, જેમણે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યુ છે. સીલબંધ દુકાનો મીનાક્ષી ચોક અને કચ્છી રોડ વિસ્તારની છે. ફિરોઝાબાદ પોલીસ વડા સચિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તોફાનીઓ સામે એનએસએ લગાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.