Not Set/ એશિયાનું સૌથી મોટું ગાર્ડન કાશ્મીરમાં ખુલ્લુ મૂકાયો

બોલીવુડ ફિલ્મો માટે પણ પસંદગીનું સ્થળ

India

નિર્ણય

કાશ્મીરનું ટયૂલિપ ગાર્ડન અશિયાનું સૌથી મોટો ગાર્ડનમાંથી એક છે. અને દર વર્ષે લાખો પ્રવાસીઓ તેની મુલાકાત લે છે.

લાંબા સમયથી બંધ હતુ ગાર્ડન

શ્રીનગરનો વિખ્યાત ટયૂલિપ ગાર્ડન ગુરુવારે 23 મહિનાબાદ ખુલ્લુ મુકવામાંઆવ્યુ છે. કોરોના ના કારણે તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 30 હેક્ટરમાં ફેલાયેલુ આ ગાર્ડનમાં 15 લાખ ટ્યૂલિપ લગાવવામાં આવ્યા છે. જ્યારે 64 પ્રકારના ફૂલો ઉગાડવામાં આવ્યા છે. આ બાગ 5,600 ફૂટની ઉંચાઇ પર આવેલો છે. એટલુ જ નહીં તે ડેલ ઝીલની બાજુમાં હોવાથી તેની સુંદરતા સહેલાણીયો માટે વધુ રોમાંચક બની જાય છે.

tulip garden 2 એશિયાનું સૌથી મોટું ગાર્ડન કાશ્મીરમાં ખુલ્લુ મૂકાયો

 

વિશ્વના પાંચ ગાર્ડનમાં થાય છે સમાવેશ

કાશ્મીરનું આ ગાર્ડન વિશ્વભરના પાંચ મહત્વના ગાર્ડનમાંથી એક છે. ગુરૃવારે ટ્યૂલીપ ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારે સહેલાણીઓની લાઇન લાગી ગઇ હતી. સ્વભાવિક છે કે લાંબા સમયથી તેઓ પોતાના પસંદીદા ગાર્ડનથી દૂર રહ્યા છે. તો સાથે જ કોરોના જેવી મહામારી સામે પણ ઝઝૂમી રહ્યા છે. ત્યારે આ ગાર્ડનમાં આવનારા પ્રવાસીઓને બે ઘડીનો આનંદ જરૃર મળી રહે છે.એક દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીએ ટવિટ કરીને ટયૂલિપ ગાર્ડન ખુલ્લો મૂકવાની વાત કરી હતી.કાશ્મીરના ઉપરાજ્યપાલનના સલાહકાર બસીરખાને જણાવ્યું હતું કે કાશ્મીર માટે ટયૂલિપ ગાર્ડન વરદાન સાબિત થઇ રહ્યો છે. 3 એપ્રિલના દિવસે ટયુલિપ ફેસ્ટીવલની ઉજવણી કરવાની જાહેરાત પણ કરી હતી. કોવિડ-19 ના ગાઇડલાઇન મુજબ ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ગાર્ડનમાં ઓટોમેટીક સેનેટાઇઝર મશીન પણ લગાવવામાં આવ્યાં છે.

ગાર્ડન વિશે થોડી અવનવી વાતો

ટયુલિપ ગાર્ડનની શરૃઆત 2007માં કરવામાં આવી હતી ત્યારથી આ ગાર્ડન પ્રવાસીઓ માટે અભિન્નઅંગ બની ગયુ છે. આ ગાર્ડનમાં નવી નવી કલાકૃતિ મુકવામાં આવે છે. આ ગાર્ડન માત્ર પ્રવાસીઓ માટે જ નહીં બોલીવુડ ફિલ્મો માટે પણ પસંદગીનું સ્થળ છે. ગાર્ડનની દેખરેખ માટે 100થી વધારે માળી છે. પહેલા કાશ્મીરનો આ ગાર્ડન સિરાજબાગ તરીકે ઓળખાતું હતું. આ જમીન સિરાજુદ્દીન મલેકની હતી અને તે ભાગલાના સમયે પાકિસ્તાન જતાં રહ્યા ત્યારથી સરકારે આ ગાર્ડન પોતાના હસ્તક લઇ લીધુ છે. વિશ્વભરના પાંચ ટયુલિપ ગાર્ડનમાં કાશ્મીરના ગાર્ડનનો સમાવેશ થાય છે. પહેલા નંબર પર હોલેન્ડનો કોઅકેનહોફ આવે છે, જયારે બીજા નંબર પર અમેરિકાનો માઉન્ટ વરનોન આવે છે. ત્રીજા પર કનેડાનો ઓટાવા છે અને ઓસ્ટ્રેલિયાનો સિલવર ટાઉનમાં સ્થિત ટેસેલાર ચોથા ક્રમાંક પર  આવે છે. ટયુલિપનો મૂળ ઉત્પતિ સ્થાન ઇરાન છે.