Not Set/ ફ્રાન્સથી ચાર રાફેલ લડાકુ વિમાન જુલાઇનાં અંત સુધીમાં ભારત આવશે, આ સરહદે કરશે દેશની સુરક્ષા

જુલાઇનાં અંત સુધીમાં ચાર રાફેલ લડાકુ વિમાન ફ્રાન્સથી ભારત આવશે. રફાલ જેટ પ્રથમ વખત મે મહિનામાં ભારતને મળવાનાં હતા, પરંતુ કોરોના વાયરસ રોગચાળાને કારણે, તેની ડિલિવરી બે મહિના માટે મુલતવી રાખવામાં આવી હતી. આ જેટ ભારતનાં આગમન સાથે જ ભારતીય વાયુ સેના (આઈએએફ) ની તાકાત અનેકગણી વધશે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોનાં હવાલાથી સમાચારની પુષ્ટિ કરી […]

India
29995e2d02c23427ae738bd7f9ce4f65 ફ્રાન્સથી ચાર રાફેલ લડાકુ વિમાન જુલાઇનાં અંત સુધીમાં ભારત આવશે, આ સરહદે કરશે દેશની સુરક્ષા
29995e2d02c23427ae738bd7f9ce4f65 ફ્રાન્સથી ચાર રાફેલ લડાકુ વિમાન જુલાઇનાં અંત સુધીમાં ભારત આવશે, આ સરહદે કરશે દેશની સુરક્ષા

જુલાઇનાં અંત સુધીમાં ચાર રાફેલ લડાકુ વિમાન ફ્રાન્સથી ભારત આવશે. રફાલ જેટ પ્રથમ વખત મે મહિનામાં ભારતને મળવાનાં હતા, પરંતુ કોરોના વાયરસ રોગચાળાને કારણે, તેની ડિલિવરી બે મહિના માટે મુલતવી રાખવામાં આવી હતી. આ જેટ ભારતનાં આગમન સાથે જ ભારતીય વાયુ સેના (આઈએએફ) ની તાકાત અનેકગણી વધશે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોનાં હવાલાથી સમાચારની પુષ્ટિ કરી છે. આ જેટ વિમાનોને પાકિસ્તાનની પશ્ચિમ સરહદ ચીન સાથેની પૂર્વ સરહદે તૈનાત કરવામાં આવશે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું છે કે, ત્રણ ડબલ સીટર ટ્રેનર એરક્રાફ્ટ અને સિંગલ સીટર ફાઇટર એરક્રાફ્ટ સહિત ચાર વિમાન જુલાઇનાં અંત સુધીમાં અંબાલા એરબેઝ પર પહોંચશે. ટ્રેનર જેટનાં ટેલ નંબર RB સીરીઝમાં હશે. આ નંબર દ્વારા, એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરીયાનું સન્માન કરવામાં આવશે, જેમણે ડીલને અંતિમ રૂપ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

જે પહેલુ એરક્રાફ્ટ હશે તેને આઈએએફનાં અંબાલા 17 ગોલ્ડન એરો સ્ક્વોડ્રોનની કમાંડિંગ ઓફિસર એક ફ્રેન્ચ પાયલોટની સાથે ઉડાવશે. આ વિમાન મધ્ય પૂર્વનાં માધ્યમથી ફ્રાન્સથી ભારત આવશે. મધ્ય પૂર્વમાં, આઈએએફનાં આઇએલ-78 ટેન્કર્સ જેટ્સને રિ-ફ્યૂલ કરશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, રાફેલ જેટ સીધા ફ્રાન્સથી ભારત આવી શકે છે. પરંતુ 10 કલાકની ફ્લાઇટ નાના કોકપીટમાં ખૂબ તણાવપૂર્ણ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.