Not Set/ ઇઝરાયેલના જહાજને મુન્દ્રા લાવવામાં આવ્યું

ઇઝરાયેલ ની કંપની શિપિંગ કંપની MSC ના જહાજ Mv. Lori આફ્રિકા ના પોર્ટ દારે સલામથી જ્યારે ભારત તરફ આવી રહ્યું હતું ત્યારે ઓમાનની આસપાસ તેના પર રોકેટ જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.

Ahmedabad Gujarat Trending
mundra ઇઝરાયેલના જહાજને મુન્દ્રા લાવવામાં આવ્યું

ઇઝરાયેલ ની કંપની શિપિંગ કંપની MSC ના જહાજ Mv. Lori આફ્રિકા ના પોર્ટ દારે સલામથી જ્યારે ભારત તરફ આવી રહ્યું હતું ત્યારે ઓમાનની આસપાસ તેના પર રોકેટ જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.

 આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જો કે કોઈ પણ જાનહાનિના સમાચાર નથી, હાલ આ જહાજ જ્યારે મુન્દ્રા પોહોચ્યું છે ત્યારે વિવિધ એજન્સીઓ તપાસ માં લાગી ગઈ છે.

વિદિત થાય કે ઈરાનના બીજા નંબરના સર્વોચ્ય નેતા એવા કાસિમ સુલેમાનીની  અમેરિકા એ એક હુમલા માં હત્યા કરી હતી. ઈરાન એવું માની રહ્યું છે કે કાસિમ સુલેમાનીની માહિતી ઇઝરાયેલ એ અમેરિકા ને આપી હતી, ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ની પરિસ્થિતિ સર્જાયેલી છે ને અવાર નવાર એક બીજા પર આવા હુમલા કરતા રહે છે ત્યારે જોવું રહ્યું કે આ જહાજ ના હુમલા પાછળ કોનો હાથ હતો.