Analysis/ શહેરના પરિણામમાં આ વખતે પેનલ તૂટવાની સંભાવના, સુખી-સંપન્ન મતદાતા મતદાનથી રહ્યાં અળગા

શહેરના પરિણામમાં આ વખતે પેનલ તૂટવાની સંભાવના, સુખી-સંપન્ન મતદાતા મતદાનથી રહ્યાં અળગા

Gujarat Others Trending Mantavya Vishesh
accident 22 શહેરના પરિણામમાં આ વખતે પેનલ તૂટવાની સંભાવના, સુખી-સંપન્ન મતદાતા મતદાનથી રહ્યાં અળગા
  • લઘુમતી-દલિત-ઓબીસી મતદારોમાં પણ ઉત્સાહ
  • 6 કોર્પોરેશનમાં મતદાન માટે નિરાશા જોવા મળી
  • શહેરીજનોએ મહદઅંશે જ્ઞાતિ આધારિત મતદાન કર્યું
  • શ્રમજીવી-મધ્યમવર્ગીય મતદારોએ મતદાન કર્યું

@અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ , અમદાવાદ

ગુજરાતમાં 6 કોર્પોરેશનનું મતદાન સંપન્ન થયું છે. દરમિયાન મતદાન દરમિયાન દર વખતે યોજાતી ચૂંટણી કરતાં કેટલીક અલગ પ્રકારની વિશિષ્ટતા કોર્પોરેશનની ચૂંટણીમાં જોવા મળી છે. જેની પરિણામ પર પણ અસર થઇ શકે છે. ત્યારે કયા પ્રકારની છે આ વિશિષ્ટતા તે આવો જોઈએ.

ગુજરાતમાં અમદાવાદ – રાજકોટ – સુરત – વડોદરા – જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે. દરમિયાન મતદાન સમયે શહેરોમાં અનેક પ્રકારની વિશિષ્ટતા સામે આવી છે. જેના કારણે કોર્પોરેશનના અગાઉના પરિણામ કરતાં વિપરિત અસર થવાની સંભાવના પણ નકારી શકાય એમ નથી.

સૌ-પ્રથમ ઉડીને આંખે વળગે એવી બાબત એ રહી કે શહેરી વિસ્તારમાં ધનાઢ્ય અને સુખી-સંપન્ન નગરજનો વસવાટ કરે છે એવા મતદારો કે જેઓ દર ચૂટંણીમાં અનેરો ઉત્સાહ મતદાન ઉપરાંત રાજકીયપક્ષના પ્રચાર-પ્રસારમાં પણ દાખવે છે, તેવા મતદારો આ ચૂંટણીમાં નિરસ રહ્યાની પ્રતિતિ જોવા મળી છે. જેની સીધી અસર પરિણામ પર જોવા મળશે.

ગાંધીનગર / વિધાનસભા બજેટસત્રમાં પ્રેક્ષકોને પ્રવેશબંધી

બીજો મહત્વનો મુદ્દો જે વિસ્તાર પછાત કે લઘુમતી બહુમતી વસતી ધરાવે છે અથવા શ્રમજીવીપરિવાર વસવાટ કરે છે, તેવા વિસ્તારમાં મતદારોએ ઉત્સાહ દાખવ્યો છે ત્યારે તેની અસર પણ પરિણામ પર વર્તાશે.  આ ઉપરાંત પેનલ ઉમેદવારની પસંદગી કરતાં આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિ આધારિત ઉમેદવાર પર નગરજનોએ પસંદગી ઉતારી હોવાની વાત પણ ચર્ચામાં છે.

Stock Market / શેરબજારમાં વર્ષનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 50062 પર ગબડ્યો

શહેરના ભાજપનો ગઢ મનાતાં નારણપુરા – સ્ટેડિયમ અને નવરંગપુરા જેવા સુખી-સંપન્ન વિસ્તારમાં મતદારોએ ઉદાસીનતા સેવી છે. જેમાં પણ નવરંગપુરા વિસ્તારના મતદારોએ સમગ્ર શહેરમાં સૌથી વધુ નિરસતા દાખવી હોવાની પ્રતિતિ મતદાનમાં જોવા મળી.

  • સુખી-સંપન્ન મતવિસ્તારમાં મતદાન ઓછું

 નારણપુરા      -35.34 ટકા મતદાન

 સ્ટેડિયમ       -38.84 ટકા મતદાન

 નવરંગપુરા    -29.30 ટકા મતદાન

તો બીજીબાજુ જોઇએ તો લઘુમતી બહુમતી ધરાવતાં વિસ્તારમાં મતદારોએ ઉત્સાહ દાખવ્યો છે. જેમાં શહેરના દલિત બહુમતી ધરાવતાં ગોમતીપુર વોર્ડમાં શહેરનું સૌથી વધુ મતદાન થતાં મતદારોમાં જાગૃતિ હોવાની પ્રતિતિ જોવા મળી.

  • લઘુમતી-પછાત વોર્ડના મતદાન વધુ

ગોમતીપુરા -51,26 ટકા મતદાન

જમાલપુર -41.83 ટકા મતદાન

શાહપુર -43.11 ટકા મતદાન

શહેરમાં આ વખતે થયેલાં મતદાનમાં મતદારોના નિરૂત્સાહની સીધી અસર પરિણામ પર જોવા મળશે. જો કે છેલ્લા કલાકમાં મતદાનની ઉંચી ટકાવારી ભાજપને સત્તાધીશ બનાવશે તે નિશ્ચિત છે..પરંતુ બેઠકોની દ્રષ્ટિએ ભાજપ માટે ચિંતાજનક પરિણામ આવવાની સંભાવના નકારી શકાય એમ નથી.આખરે 23-મી-એ કોર્પોરેશનના પરિણામ વાસ્તવિક્તા છતી કરશે.