Not Set/ અટલ યુગના ચાર પ્રધાનો હાલ મોદીની ટીમમાં ‘અટલ’

રાજનાથસિંહ, મુખ્તાર અબ્બાસ નકવી શ્રીપદ નાયક અને પ્રહલાદસિંહ પટેલને ભાજપના બન્ને નેતાઓ સાથે કામ કરવાની તક મળી

India Trending
advani murli manohar 1 અટલ યુગના ચાર પ્રધાનો હાલ મોદીની ટીમમાં ‘અટલ’

@હિંમતભાઈ, ઠક્કર, ભાવનગર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાન મંડળમાં જે વ્યાપક ફેરફારો કર્યા તે અંગે અખબારોના પાના પર પૃથ્થકરણોનો દોર ત્રણ વર્ષ પછી પણ ચાલું રહ્યો છે. કોઈ દિવસ ખાલી જ તો નથી. વિવિધ એન્ગલથી તેને મૂલવવામાં આવે છે. પ્રાદેશિક અને રાજ્યોનો જ્ઞાતિવાદ સમતુલા સહિત તમામ પાસાઓને જાળવવાના પ્રયાસ તરીકે પણ મૂલવણી કરવામાં આવી છે. આ પ્રધાન મંડળને અત્યાર સુધીની યુવા અને શિક્ષિત અને નિષ્માતોની ટીમ તરીકે મૂલવવામાં આવે છે. આ કાંઈ જેવી તેવી વાત તો હરગીઝ નથી. ઘણા અખબારોએ તો આ વિસ્તરણની ‘મોટી સરકાર’ કહીને પણ નોંધ લીધી છે. ખાતાઓની ફાળવણીમાં પણ પણ ઘણા જૂના પ્રધાનોના ખાતા બદલાશે તેવી આશા હતી. ખાસ કરીને નીર્મલા સીતારામન અને પીયુષ ગોયલના ખાતા બદલવાની વાત હતી પણ આવું થયું નથી. નવુ સહકાર મંત્રાલય પુરષોત્તમ રૂપાલા ને અપાશે તેવી ચર્ચા હતી પરંતુ આ નવું મંત્રાલય ગૃહમંત્રી અમિત શાહને વધારાના હવાલા તરીકે સોંપવામાં આવ્યું છે.

himmat thhakar 1 અટલ યુગના ચાર પ્રધાનો હાલ મોદીની ટીમમાં ‘અટલ’

૨૦૧૪માં જે પ્રથમવાર મોદી કેબિનેટ રચાઈ તેમાં જે ચહેરાઓ હતા તેમાંના ઘણા ચહેરા આ પ્રધાન મંડળમાં દેખાતા નથી તે પણ હકિકત છે. રાજકીય વિશ્ર્લેષકોએ જે નોંધ લીધી છે તે પ્રમાણે ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળના અને પૂરા પાંચ વર્ષ શાસન કરનારા એન.ડી.એ.ના પ્રધાન મંડળમાં જે મંત્રીઓ હતા તેમાંના માત્ર ચાર મંત્રીઓ મોદીના પ્રધાન મંડળમાં હાલ છે તેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, અલ્પસંખ્યક મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, રાજ્યમંત્રી શ્રીપદ નાયક ને રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલ છે. ટૂંકમાં એકદમ જૂના જોગી કહી શકાય તેવા આ ચાર ચહેરાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું છે અથવા ઘણા અખબારોએ નોંધ્યું છે તે પ્રમાણે આ ચાર ચહેરાઓ એન.ડી.એ.ના ત્રીજા પ્રધાન મંડળમાં પણ ‘અટલ’ રહ્યાં છે તે હકિકત છે. જો કે અત્યારે ભાજપમાં અટલ-અડવાણીનો નહિ પરંતુ મોદી શાહનો યુગ ચાલે છે તેવી નોંધ પણ ઘણા અખબારોએ લીધી છે.

rajnath અટલ યુગના ચાર પ્રધાનો હાલ મોદીની ટીમમાં ‘અટલ’
રાજનાથસિંહ અટલ સરકારમાં કૃષિ મંત્રી હતા. મુખ્તાર અબ્બાસ નકવી ૧૯૯૮ વાળા સમયમાં અટલ સરકારમાં હતા તો બાકીના બન્ને ૧૯૯૯ વાળા કાર્યકાળમાં અટલ સરકારમાં રાજ્યમંત્રી હતા. બુધવારે થયેલા કેબિનેટના રીસફલમાં જેમની બાદબાકી થઈ તેમાં જો રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર અને સંતોષ ગંગવારની એક્ઝીટ સાથે હવે ઉપર દર્શાવેલ ચાર મોટા ચહેરાઓજ હવે બાકી રહ્યા છે. જ્યારે અન્ય ચહેરાઓની વાત કરીએ તો મેનકા ગાંધી, ઉમા ભારતી, સુરેશ પ્રભુ, રાજીવ પ્રતાપ‚ડી વિજય ગોયલ અને અનંત ગીતે કે જેઓ અટલજી અને મોદીએ બન્ને મહાનુભાવોના પ્રધાન મંડળોમાં પોતાની કામગીરી બજાવી ચૂક્યા છે. તેઓ આજે નથી. તેની નોંધ તો અચૂક લેવી જ પડે તેમ છે.

1

જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અ‚ણ જેટલી, શ્રીમતી સુષ્મા સ્વરાજ, રામ વિલાસ પાસવાન અને અનંતકુમાર પણ અટલજીના પ્રધાન મંડળમાં પણ હતા અને ૨૦૧૪ના મોદી પ્રધાન મંડળમાં પણ હતા. જો કે પાસવાન તો હમણાં સુધી આ પ્રધાન મંડળમાં હતા જો કે આ ચાર મહાનુભાવો અત્યારે દૂનિયામાં પણ હયાત નથી. વેંકયા નાયડુ અટલજી અને મોદીના પ્રધાન મંડળમાં હતા તેઓ હાલ ઉપરાષ્ટ્રપતિ પદનો પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. જ્યારે ઈંદોરના સાંસદ તરીકે સતત સાત વખત જીતવાનો વિક્રમ ધરાવનાર સુમિત્રા મહાજન અટલજીની સરકારમાં મંત્રી હતા અને મોદીના કાર્યકાળ દરમિયાન તેમને ૨૦૧૪થી ૨૦૧૯ સુધી લોકસભાનું સ્પીકર પદ સફળતાપૂર્વક સંભાળ્યું હતું અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે વયમર્યાદાના મુદ્દા પર આ મહિલા નેતાએ પક્ષની ટિકિટ જ માગી નહોતી અને ભાજપે તેમને ટિકીટ આપી પણ નથી તે પણ એક હકિકત છે અને વાસ્તવિકતા પણ છે. તેની નોંધ બધાએ લીધી જ છે.sumitra mahajan અટલ યુગના ચાર પ્રધાનો હાલ મોદીની ટીમમાં ‘અટલ’

જ્યારે  અરુણ જેટલી અટલજીના પ્રધાન મંડળમાં પણ હતા અને મોદીના પ્રધાન મંડળમાં પણ નાણાં અને સંરક્ષણ મંત્રી જેવા બન્ને હવાલા એક સાથે સંભાળી ચૂક્યા છે. જો કે તેઓ નાદુરસ્ત તબિયતના કારણે ૨૦૧૯માં ચૂંટણી ન લડ્યા અને ત્યારબાદ તેમનું અવસાન થયું છે. શ્રીમતી સુષ્મા સ્વરાજ બાબતમાં પણ આજ ઈતિહાસનું પૂનરાવર્તન થયું છે. જ્યારે બેડા‚ દતાત્રેય નામના અટલ બિહારી વાજપેયીના પ્રધાન મંડળનાં સભ્ય હાલ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

advani murli manohar અટલ યુગના ચાર પ્રધાનો હાલ મોદીની ટીમમાં ‘અટલ’

જ્યારે એલ.કે.અડવાણી પહેલા રાજ્યસભાના સભ્ય હતા અને ૧૯૯૧ બાદ ગાંધીનગર બેઠક પરથી સંસદ સભ્ય પણ બન્યા હતા તેઓ ૧૯૭૭માં મોરારજીભાઈ દેસાઈની આગેવાની હેઠળની જે પ્રથમ બીન કોંગ્રેસી સરકાર (જનતા પક્ષની) બની હતી તેમાં પણ માહિતી અને પ્રસારણ મંત્રી હતા. જ્યારે અટલજીની સરકારમાં પણ ગૃહમંત્રી હતા અને નંબર બેનું સ્થાન ધરાવતા હતા. તેઓ ૨૦૧૯ની ચૂંટણી સુધી ગાંધીનગરના સાંસદ પણ હતા. જો કે ૨૦૧૯માં તેઓ ચૂૂંટણી લડ્યા ન હોતા. આ ઉપરાંત અટલ કેબિનેટના જૂના ચહેરાઓ માનવસંશાધન મંત્રી ડો. મુરલી મનોહર જોશી, નિવૃત્ત જીવન ગાળે છે તો અટલ સરકારના નાણામંત્રી તરીકે જેની પ્રશંસા થઈ હતી તે યશવંતસિંહા થોડા સમય નિષ્ક્રીય રહ્યા બાદ હાલ મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. જ્યારે તંત્રી પત્રકાર તરીકે અનેક કૌભાંડો બહાર લાવનારા અરૂણ શૌરી અટલજીના પ્રધાન મંડળમાં હતા. મોદીના પ્રધાન મંડળમાં પ્રથમથી જ નથી. જ્યારે અટલજીના પ્રધાન મંડળમાં અનેક મહત્વના ખાતા સંભાળી ચૂકેલા જસવંતસિંહ હાલ હયાત નથી.

jyotiraditya scindia અટલ યુગના ચાર પ્રધાનો હાલ મોદીની ટીમમાં ‘અટલ’

આમ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત ચાર પ્રધાનો એવા છે જેમને ભાજપના બંન્ને વડાપ્રધાનો સાથે કામ કરવાની તક મળી છે. કોંગ્રેસમાંથી આવેલા અને ટૂંકા ગાળામાં કેન્દ્રીય મંત્રી બનેલા સિંધિયા પરિવારના જ્યોતિરાદિત્ય સિંધિયા મનમોહનસિંહના પ્રધાન મંડળમાં પણ હતા અને ફરી એકવાર મોદી પ્રધાન મંડળમાં તેમને નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયા પણ રાજીવ ગાંધીના પ્રધાનમંડળમાં રેલવે અને નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકેનો હવાલો સંભાળી ચૂક્યા છે.
અને છેલ્લે વાત કરીએ તો નવા પ્રધાન મંડળની પ્રથમ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે જેમ પ્રધાન મંડળમાંથી રાજીનામું આપ્યું છે તેઓને ક્ષમતા બાબતમાં કોઈ શંકા નથી પરંતુ વ્યવસ્થાના ભાગ રૂપે  આમ કરવામાં આવ્યું છે. આના પરથી લાગે છે કે રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર કદાચ કોઈ રાજ્યમાં રાજ્યપાલ તરીકે જોવા મળે તો નવાઈ નહિ લાગે.