Not Set/ રાજકોટના દંપતીનો અનોખો વિચાર, આવી રીતે કારમાં શરૂ કરી ઝેરોક્ષની દુકાન

અવનીબેને આ વ્યવસાય સંભાળી લીધો છે. તેઓ હાલ જૂની મામલતદાર કચેરી ખાતે અરજદારોના દસ્તાવેજની ઝેરોક્ષ અને પ્રિન્ટની સાથે પાસપોર્ટ સાઈઝના ફોટા પણ કાઢી આપે છે.

Rajkot Gujarat Trending
ખારેક 2 6 રાજકોટના દંપતીનો અનોખો વિચાર, આવી રીતે કારમાં શરૂ કરી ઝેરોક્ષની દુકાન

કોરોનાએ ધંધા રોજગાર બંધ કરાવ્યા પરંતુ રાજકોટના દંપતીએ નવો વ્યવસાય શરૂ કર્યો છે. આ દંપતીએ તેમનો વ્યવસાય તેમની કારમાં શરૂ  કર્યો છે. કોરોનાને કારણે અનેક રોજગાર ધંધાને માઠી અસર પહોંચી છે. હવે જ્યારે અનલોક થયું છે ત્યારે તેમાં પણ હાલ રોજગાર ધંધાની પરિસ્થિત સુધરતા ધણો સમય જાય તેમ છે ત્યારે લોકો હવે નવા ધંધા રોજગાર બાજુ વળ્યા છે. રાજકોટમાં આ અંગેનો એક નવો કિસ્સો સામે આવ્યો છે.

કોરોનાએ અનેક ધંધાને ભાંગી નાખ્યા છે. ત્યારે આ અંગે અવની બહેન કહે છે કે આ વ્યવસાય સંભાળવા મારા પતિએ પ્રોત્સાહન આપ્યું હતું. અને એટલે જ આજે હું આત્મનિર્ભર બની મારા પરિવારને આર્થિક ટેકો આપુ છું. મારુ માનવું છે કે, જો મક્કમ નિર્ધાર કરશો તો કોઈ પણ કામ કરી શકશો. દુઃખ આવે ત્યારે રડવાથી કોઈ ઉકેલ આવતો નથી. જૂન 2020થી ગુજરાતમાં પ્રથમવાર આ નવતર પ્રયોગ થયો છે. શરુઆતમાં આનંદભાઈ જ જૂની મામલતદાર કચેરી ખાતે કારમાં ઝેરોક્ષ અને પ્રિન્ટ સહિતના કાર્યો કરતા હતા. પરંતુ હવે ફિઝિકલ કોર્ટની કામગીરી શરુ થતા આનંદભાઈએ કોર્ટમાં પ્રેક્ટિસ શરુ કરી છે. અને તેના ધર્મપત્ની અવનીબેને આ વ્યવસાય સંભાળી લીધો છે. તેઓ હાલ જૂની મામલતદાર કચેરી ખાતે અરજદારોના દસ્તાવેજની ઝેરોક્ષ અને પ્રિન્ટની સાથે પાસપોર્ટ સાઈઝના ફોટા પણ કાઢી આપે છે.

ખારેક 2 5 રાજકોટના દંપતીનો અનોખો વિચાર, આવી રીતે કારમાં શરૂ કરી ઝેરોક્ષની દુકાન

અવનીબેન કહે છે કે, કોઈપણ કામ કરવા માટે તમારા પાર્ટનરનો સાથ અનિવાર્ય છે. આ વ્યવસાય સંભાળવા મારા પતિએ પ્રોત્સાહન આપ્યું હતું. અને એટલે જ આજે હું આત્મનિર્ભર બની મારા પરિવારને આર્થિક ટેકો આપુ છું. મારુ માનવું છે કે, જો મક્કમ નિર્ધાર કરશો તો કોઈ પણ કામ કરી શકશો. દુઃખ આવે ત્યારે રડવાથી કોઈ ઉકેલ આવતો નથી. પરંતુ મહેનત કરવાથી સફળતા અવશ્ય મળે છે. કાર ઉપરની સોલાર પેનલ અંગે તેમણે કહ્યું હતું કે, આ મારા એડ્વોકેટ પતિ આનંદ સદાવ્રતીનો વિચાર હતો. લોકડાઉનના કારણે જયારે કોર્ટ બંધ હતી ત્યારે તેમને આ વિચાર આવ્યો હતો. કારણ કે, અનલોક-1માં કોર્ટ બંધ હોવા છતાં સરકારી કચેરીએ અરજદારો ઝેરોક્ષ, પ્રિન્ટ, ઉપરાંત પાસપોર્ટ સાઈઝનો ફોટો કઢાવવા આવતા હતા.

ખારેક 2 6 રાજકોટના દંપતીનો અનોખો વિચાર, આવી રીતે કારમાં શરૂ કરી ઝેરોક્ષની દુકાન

આ અંગે એડવોકેટ આનંદ નાં કહેવા મુજબ, સૌપ્રથમ મને આ વિચાર આવ્યો હતો. અને મેં મારા પિતાને કારમાં સોલાર પેનલ લગાડી ઓફિસ શરુ કરવાની વાત કરી હતી. જેમાં પિતાનો પણ સહયોગ મળ્યો અને બન્નેએ કોઈ ઇલેક્ટ્રિશિયન વગર સોલર પેનલ કાર પર લગાડી હતી. બાદમાં તેમાં કન્વર્ટર તેમજ ડાયવર્ટર સેટ કરીને કારમાં વીજપુરવઠો શરૂ કર્યો હતો. આ સોલાર પેનલની મદદથી કારમાં પંખો, બે પ્રિન્ટર, લેપટોપ દ્વારા કામની શરૂઆત કરી છે. આ માટે અંદાજે રૂ. 1.5 લાખનો ખર્ચ થયો છે. પરંતુ આ પેનલ દ્વારા વીજળીના કોઈ ખર્ચ વિના 5 કલાક સુધી કામ લઇ શકાય છે. સાથે જ વીજળી ગુલ થઈ જવાનો ડર રહેતો નથી.

ઉલ્લેખનીય છે કે, જૂન 2020થી ગુજરાતમાં પ્રથમવાર આ નવતર પ્રયોગ થયો છે. શરુઆતમાં આનંદભાઈ જ જૂની મામલતદાર કચેરી ખાતે કારમાં ઝેરોક્ષ અને પ્રિન્ટ સહિતના કાર્યો કરતા હતા. પરંતુ હવે ફિઝિકલ કોર્ટની કામગીરી શરુ થતા આનંદભાઈએ કોર્ટમાં પ્રેક્ટિસ શરુ કરી છે. અને તેના ધર્મપત્ની અવનીબેને આ વ્યવસાય સંભાળી લીધો છે. તેઓ હાલ જૂની મામલતદાર કચેરી ખાતે અરજદારોના દસ્તાવેજની ઝેરોક્ષ અને પ્રિન્ટની સાથે પાસપોર્ટ સાઈઝના ફોટા પણ કાઢી આપે છે.