Not Set/ રમતા રમતા 2 બાળકોએ પી લીધો ઝેરી પાઉડર, માતાએ પણ ચાખતા ત્રણેયની હાલત થઇ ગંભીર

મરેલીમાં બ્રાહ્મણ સોસાયટીમા રહેતા એક શિક્ષક પરિવારના બે બાળકોએ રમતા રમતા ઝેરી પાઉડર પી લીઘો હતો. જેને પગલે ઉલટી ઉબકા થવા લાગ્યા હતા…

Gujarat Others
a 98 રમતા રમતા 2 બાળકોએ પી લીધો ઝેરી પાઉડર, માતાએ પણ ચાખતા ત્રણેયની હાલત થઇ ગંભીર

નાના બાળકો તમામ વસ્તુઓ રમતમાં લઈ લેતાં હોય છે. પણ અમુક વાર રમત તેમના માટે જીવનની અંતિમ રમત સાબિત થઈ શકે છે. અને તે માટે જ નાના બાળકો રમતાં હોય ત્યારે તેમના પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. કેમ કે, રમતા રમતા ક્યારે તેમને મોતના મુખમાં જતા રહે છે તેની ખબર પણ નથી રહેતી. ત્યારે આવામાં અમરેલીમાં બ્રાહ્મણ સોસાયટીમા રહેતા એક શિક્ષક પરિવારના બે બાળકોએ રમતા રમતા ઝેરી પાઉડર પી લીઘો હતો. જેને પગલે ઉલટી ઉબકા થવા લાગ્યા હતા. આ પાઉડર માતાએ  પણ ચાખતા ત્રણેયને ઝેરી દવાની અસર થતા સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા.

આ પણ વાંચો :ખેલ રત્ન એવોર્ડનું નામ બદલવાને લઈને વિવાદ, હવે વિપક્ષે આ સ્ટેડિયમનું નામ બદલવા માટે કરી માંગ

માતા અને બે બાળકોને ઝેરી દવાની અસરની આ ઘટના અમરેલીમા બની હતી.અહીના બ્રાહ્મણ સોસાયટીમા રહેતા અને ધાર ગામે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હિરેનકુમાર પ્રવિણભાઇ નિમાવતે અમરેલી સીટી પોલીસ મથકમા જણાવ્યું હતુ કે તેની પુત્રી મિશ્રી (ઉ.વ.4) અને પુત્ર ક્રિશીવ (ઉ.વ.10) પોતાના ઘરે બીજા માળે રૂમમા રમતા હતા. આ દરમિયા ખુણામા ઘઉંમા નાખવાનો પાઉડર પડ્યો હતો બંને બાળકોએ દુધમા નાખવાનો પાઉડર હોવા સમજી પી લીધો હતો.

આ પણ વાંચો : આજથી તેજસ એક્સપ્રેસ ફરી પાટા પર, જાણો અઠવાડિયામાં કેટલા દિવસ દોડશે ટ્રેન

બાદમા તેના પત્ની કાજલબેને પણ આ પાઉડર ચાખતા ત્રણેયને ઝેરી દવાની અસર થતા સારવાર માટે પ્રથમ અમરેલી ખાનગીહોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. બાદમા રાજકોટ દવાખાને રીફર કરાયા હતા. બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી ચલાવી રહ્યાં છે

અમરેલી સિટી પાેલીસ મથકમાં હીરેનકુમારે જણાવ્યું હતું કે તેમની પુત્રી મિશ્રી (ઉ.વ.4) અને પુત્ર ક્રિશીવ (ઉ.વ.10)  પોતાના ઘરે બીજા માળે રૂમમાં રમતાં હતાં. આ દરમિયાન ખૂણામાં પડેલો ઘઉંમાં નાખવાનો પાઉડર બંને બાળકોએ દૂધમાં નાખવાનો પાઉડર હોવાનું સમજીને પી લીધો હતો.

આ પણ વાંચો :જુનાગઢની માધ્યમિક તથા ઉ.માધ્યમિક શાળાના શિક્ષકોના કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા

આ પણ વાંચો :સ્કોલરશીપના નામે બાળકોને હાથમાં ચાંદ દેખાડવાની કલાકારી સામે આવી