Ahmedabad/ શહેરના SP રીંગ રોડ પર લૂંટનો ખેલખેલતી ખૂંખાર બબલુ ગેંગને પોલીસે દબોચી

શહેરના એસપી રિંગ રોડ પર રાત્રીના સમયે એકલદોકલ પેસેન્જરોને ટાર્ગેટમાં રાખી લૂંટ કરી તરખાટ મચાવનાર બબલુ રીક્ષા ગેંગના ત્રણ આરોપીઓની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ

Ahmedabad Gujarat
abad police શહેરના SP રીંગ રોડ પર લૂંટનો ખેલખેલતી ખૂંખાર બબલુ ગેંગને પોલીસે દબોચી

 @વિશાલ મેહતા, મંતવ્ય ન્યુઝ – અમદાવાદ…

શહેરના એસપી રિંગ રોડ પર રાત્રીના સમયે એકલદોકલ પેસેન્જરોને ટાર્ગેટમાં રાખી લૂંટ કરી તરખાટ મચાવનાર બબલુ રીક્ષા ગેંગના ત્રણ આરોપીઓની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે, આવો જાણીએ કોણ છે આ ત્રણ આરોપીઓ અને કોણ છે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર બબલુ…

bablu gang શહેરના SP રીંગ રોડ પર લૂંટનો ખેલખેલતી ખૂંખાર બબલુ ગેંગને પોલીસે દબોચી

પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ ત્રણે આરોપીના નામ રિઝવાન સૈયદ , અમાન ઉલ્લા અન્સારી અને ફરીદ મનીયાર, આ ત્રણે આરોપીઓમાંથી મુખ્ય સૂત્રધાર ફરીદ મનીઆર છે. આ ત્રણે આરોપીઓ ભેગા મળીને એસપી રિંગ રોડ પર રાત્રિના સમયે પસાર થતા એકલદોકલ પેસેન્જરોને ટાર્ગેટ કરી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડ્તા હતા પેસેન્જરને થોડેક દૂર અંધારપટ વાળી જગ્યા પર લઈ જઈ આ ત્રણે આરોપીઓ પેસેન્જર ને ધમકી આપી લૂંટી લેતા હતા.

નિર્દોષો અને માસુમ જનતાને લૂંટવા લોકોને ઝડપી પાડ્યા છે. તેમની પૂછપરછમાં વધુ ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે.

ત્રણ આરોપી પૈકી બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બબલુ બેંગલોર મુખ્ય સૂત્રધાર ફરીદ મનીઆર કેજે અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં આજ પ્રકારની મોડસ ઓપરેન્ડી ના ગુનામાં પકડાયેલા છે જ્યારે મુખ્ય સૂત્રધાર ફરીદ મનિયાર નવસારીમાં લૂંટના ત્રણ અલગ-અલગ ગુનામાં નાસતો ફરતો હતો જોકે લોકલ ક્રાઇમ બ્રાંચે મુખ્ય સુત્રધારની ધરપકડ કરી લીધી છે.

ત્રણેય આરોપીઓની તપાસ કરતા એક ૩ ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે. અન્ય પાસેથી લૂંટનો મુદ્દામાલ રિકવર થયો 

હાલ તો લોકલ ક્રાઇમ બ્રાંચે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બબલુ બેંકમાં આરોગ્ય સાથે વધુ કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ તપાસ બાદ અમદાવાદ શહેર અને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ થયેલ લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાઇ શકે છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…