Not Set/ ICICI-વિડીયોકોન કેસ: ચંદા કોચર-દીપક કોચરને ઇડીનું તેડું, કરાશે વધુ પૂછપરછ

ઇડીએ ICICI-વિડીયોકોન કેસમાં ICICI બેન્કના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને સમન્સ જારી કરીને આગામી અઠવાડીયે દિલ્હીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ અંગે જાણકારી આપતા ઇડીના એક અધિકારીએ કહ્યું કે પીએમએલએ હેઠળ તેમણે બંનેને તેમનું નિવેદન નોંધાવવું પડશે. અધિકારીઓએ કહ્યું કે ચંદા કોચરને ત્રણ મેના રોજ દિલ્હીમાં હાજર થવાનું […]

India Business
Chanda Kochhar ICICI-વિડીયોકોન કેસ: ચંદા કોચર-દીપક કોચરને ઇડીનું તેડું, કરાશે વધુ પૂછપરછ

ઇડીએ ICICI-વિડીયોકોન કેસમાં ICICI બેન્કના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને સમન્સ જારી કરીને આગામી અઠવાડીયે દિલ્હીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ અંગે જાણકારી આપતા ઇડીના એક અધિકારીએ કહ્યું કે પીએમએલએ હેઠળ તેમણે બંનેને તેમનું નિવેદન નોંધાવવું પડશે. અધિકારીઓએ કહ્યું કે ચંદા કોચરને ત્રણ મેના રોજ દિલ્હીમાં હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. બીજી તરફ દીપક અને તેમના ભાઇ રાજીવને 30 એપ્રિલે તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ICICI-વિડીયોકોન કેસમાં આ પહેલા 2 માર્ચના રોજ ચંદા કોચરની પૂછપરછ કરાયા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે બપોરે તેમને ફરી પૂછપરછ માટે ઓફિસે બોલાવ્યા હતા. શનિવારે આ કેસમાં ચંદા કોચર ઉપરાંત તેમના પતિ દિપક કોચર અને વિડીયોકોનના મેનેજિંગ ડાયરેકટર વેણુગોપાલ ઘૂતની પણ પૂછપરછ કરવામાં આવી હતી.