Not Set/ હસ્તકલાની કારીગરી : ગાયના ગોબરમાંથી બને છે સ્વદેશી રાખડી… અહીં જાણો વિગતો

આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. રાખડીની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી રહી છે. દર વર્ષે અલગ અલગ પ્રકારની રાખડીઓ આકર્ષણ જમાવતી હોય છે, ત્યારે આ વર્ષે સ્વદેશી રાખડી એ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. ભુજમાં ગાયના ગોબરમાંથી બનેલી રાખડીઓએ કચ્છ જ નહિ પરંત્તુ સમગ્ર દેશ તેમજ વિદેશમાં પણ લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયનું અનેરું મહત્વ છે.  […]

Top Stories Gujarat Others India Navratri 2022
cowdungrakhdi1 હસ્તકલાની કારીગરી : ગાયના ગોબરમાંથી બને છે સ્વદેશી રાખડી... અહીં જાણો વિગતો

આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. રાખડીની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી રહી છે. દર વર્ષે અલગ અલગ પ્રકારની રાખડીઓ આકર્ષણ જમાવતી હોય છે, ત્યારે આ વર્ષે સ્વદેશી રાખડી એ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. ભુજમાં ગાયના ગોબરમાંથી બનેલી રાખડીઓએ કચ્છ જ નહિ પરંત્તુ સમગ્ર દેશ તેમજ વિદેશમાં પણ લોકોને મંત્રમુગ્ધ કર્યા છે.

cowdungrakhdi e1535188884350 હસ્તકલાની કારીગરી : ગાયના ગોબરમાંથી બને છે સ્વદેશી રાખડી... અહીં જાણો વિગતો

ભારતીય સંસ્કૃતિમાં ગાયનું અનેરું મહત્વ છે.  ગાયને માતા ગણી, પૂજન કરવામાં આવે છે.  તેમજ ગૌમૂત્ર, દૂધ, ગાયનું ગોબર વગેરેનું પણ આગવું મહત્વ રહેલું છે. ત્યારે ભુજ તાલુકાના કુકમા ગામ ખાતે આવેલા રામ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાયના ગોબરની રાખડી બનવવામાં આવી રહી છે. લોકોમાં ગાય વિષે જાગરૂકતા ફેલાય તેમજ ગાયની મહત્તા, લોકો સમજે એ હેતુથી ગાયના ગોબરમાંથી હસ્ત નિર્મિત રાખડીઓ બનાવવામાં આવી રહી છે.

cowdungitems e1535188896840 હસ્તકલાની કારીગરી : ગાયના ગોબરમાંથી બને છે સ્વદેશી રાખડી... અહીં જાણો વિગતો

કચ્છના હસ્તકલા કારીગરો દ્વારા આ ગોબરની રાખડીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રાખડીઓમાં ફક્ત ગોબરનો જ ઉપયોગ કરવામાં આવે છે. ગોબરને સૂકવીને વિવિધ મશીનરીના અલ્પ ઉપયોગથી અવનવા આકારની રાખડી કચ્છના આ હસ્તકલા કારીગરો દ્વારા બનાવાઈ રહી છે.

cowdungwatch e1535188874302 હસ્તકલાની કારીગરી : ગાયના ગોબરમાંથી બને છે સ્વદેશી રાખડી... અહીં જાણો વિગતો

બહેનોમાં આ હસ્ત નિર્મિત ગોબરની રાખડીઓએ ખુબ આકર્ષણ જમાવ્યું છે. રાખડી બનાવતા હસ્તકલા કારીગર નયનાબેન ગોસ્વામીએ જણાવ્યું કે રક્ષાબંધનના તહેવાર નિમિતે તેઓ દેશી ગાયના ગોબરમાંથી રાખડી બનાવી રહ્યા છે. આ રાખડી વિશેના ફાયદા જાણવત્તા નયન બેને જણાવ્યું કે ગોબર રાખડીથી નેગેટિવ ઉર્જા દૂર રહે છે અને સતત પોઝિટિવ ઉર્જા અનુભવાય છે. છેલ્લા એક માસમાં બે હજારથી વધારે ગોબર રાખડીઓનું વેચાણ કરવામાં આવ્યું છે. બીજા એક હસ્તકલા કારીગર દિલીપભાઈ ચૌહાણે જણાવ્યું કે ગોબર રાખડીથી પોઝિટિવ થીંકીંગમાં વધારો થાય છે. આ ગોબર રાખડીઓ વિસર્જન બાદ ખાતર રૂપે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

રામ કૃષ્ણ ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી ગાયના ગોબરમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી રહ્યું છે. હસ્તકલા કારીગરો દ્વારા ગોબરમાંથી ઘડિયાળ, તોરણ, વોલપીસ, ટેબલ કલોક, મોબાઈલ પીસ, ગોબર કુંડા સહીત અવનવી વસ્તુઓ બનવવામાં આવી રહી છે. કચ્છની હસ્તકલા દેશ-વિદેશમાં ખુબ પ્રચલિત છે. સાથે સાથે ગોબર ક્રાફટ કલાએ પણ પ્રવાસીઓ વચ્ચે આગવું આકર્ષણ બનાવ્યું છે.