Not Set/ ઔરૈયામાં 24 મજૂરોનાં મોતને યુપીનાં પૂર્વ CM અખિલેશ યાદવે ગણાવી હત્યા

તાજા જાણકારી મુજબ ઉત્તર પ્રદેશનાં ઔરૈયા જિલ્લામાં શનિવારે વહેલી સવારે ડીસીએમ અને ટ્રકની ટક્કરમાં 24 મજૂરોનાં મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત 15 લોકોની હાલત ગંભીર છે, જેને સૈફઇનાં પીજીઆઇ રિફર કરાયા છે. વળી આ ઘટનાની નોંધ લેતા સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ […]

India
c5e77b6fdb698c05a35d5c398f242619 1 ઔરૈયામાં 24 મજૂરોનાં મોતને યુપીનાં પૂર્વ CM અખિલેશ યાદવે ગણાવી હત્યા

તાજા જાણકારી મુજબ ઉત્તર પ્રદેશનાં ઔરૈયા જિલ્લામાં શનિવારે વહેલી સવારે ડીસીએમ અને ટ્રકની ટક્કરમાં 24 મજૂરોનાં મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત 15 લોકોની હાલત ગંભીર છે, જેને સૈફઇનાં પીજીઆઇ રિફર કરાયા છે. વળી આ ઘટનાની નોંધ લેતા સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક સ્થળની મુલાકાત લેવા અને અકસ્માતનાં કારણોની જાણ કરવા જણાવ્યું છે. આ વચ્ચે સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશનાં ઔરૈયા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 24 પરપ્રાંતિય મજૂરોનાં મોતને હત્યા ગણાવી છે.

માર્ગ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતા તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, બધું જાણ્યા પછી પણ, બધું જોયા પછી પણ મૌન ધારણ કરનારા હ્રદયહીન લોકો અને તેમના સમર્થક જોઇએ ક્યા સુધી આ ઉપેક્ષાને ન્યાય ઠેરવે છે. આવા અકસ્માત મોત નથી પરંતુ હત્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.