indian origin/ ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંઘ અમેરિકામાં જજ બની

ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંઘે Monica Singh હેરિસ કાઉન્ટીના જજ તરીકે શપથ ગ્રહણ કર્યા છે, તે યુએસમાં પ્રથમ મહિલા શીખ જજ બની છે.શ્રીમતી સિંઘનો જન્મ અને ઉછેર હ્યુસ્ટનમાં થયો હતો અને હવે તે તેના પતિ (Monica Singh) અને બે બાળકો સાથે બેલાયરમાં રહે છે.

Top Stories India
Monica Singh
  • અમેરિકામાં અંદાજે પાંચ લાખ શીખો છે
  • મોનિકા સિંઘે હ્યુસ્ટન કાઉન્ટીના જજ તરીકે લીધા શપથ

ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંઘે Monica Singh હેરિસ કાઉન્ટીના જજ તરીકે શપથ ગ્રહણ કર્યા છે, તે યુએસમાં પ્રથમ મહિલા શીખ જજ બની છે.શ્રીમતી સિંઘનો જન્મ અને ઉછેર હ્યુસ્ટનમાં થયો હતો અને હવે તે તેના પતિ (Monica Singh) અને બે બાળકો સાથે બેલાયરમાં રહે છે.

તે શુક્રવારે ટેક્સાસમાં લો નંબર 4 ખાતે હેરિસ કાઉન્ટી સિવિલ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. Monica Singhના પિતા 1970 ના દાયકાની શરૂઆતમાં યુએસમાં સ્થળાંતરિત થયા હતા.Monica Singh 20 વર્ષથી વકીલાત કરી રહ્યા છે. તેઓ સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અસંખ્ય નાગરિક અધિકાર સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

આ પણ વાંચોઃ આજે પ્રવાસી ભારતીય દિવસ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

“તે મારા માટે ઘણું અર્થપૂર્ણ છે કારણ કે હું H-ટાઉન (હ્યુસ્ટનનું ઉપનામ)નું સૌથી વધુ પ્રતિનિધિત્વ કરું છું, તેથી તે અમારા માટે છે, હું તેના માટે ખુશ છું,” એમ તેમણે  શપથ સમારોહમાં કહ્યું. ભારતીય-અમેરિકન ન્યાયાધીશ રવિ સેન્ડિલે, રાજ્યના પ્રથમ દક્ષિણ એશિયાના ન્યાયાધીશ, સમારંભની અધ્યક્ષતા કરી હતી, જે ભરચક કોર્ટરૂમમાં યોજાયો હતો.

આ પણ વાંચોઃ નશામાં ધૂત યુવકોએ ઇન્ડિગો ફલાઇટમાં એર હોસ્ટેસ અને કેપ્ટન સાથે કરી ગેરવર્તણૂક અને મારપીટ

“શીખ સમુદાય માટે તે ખરેખર મોટી ક્ષણ છે,” શ્રી સેન્ડિલે કહ્યું. “જ્યારે તેઓ અલગ-અલગ રંગના લોકોને જુએ છે, ત્યારે તેઓ જાણે છે કે તેમની માટે સંભાવના ઉપલબ્ધ છે. મનપ્રીત માત્ર શીખોની એમ્બેસેડર નથી, પરંતુ તે તમામ જુદા-જુદા રંગની મહિલાઓના એમ્બેસેડર છે,” એમ તેણે કહ્યું હતુ. યુએસમાં અંદાજે 500,000 શીખો છે, જેમાં 20,000 શીખ હ્યુસ્ટન વિસ્તારમાં રહે છે.

હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરે કહ્યું: “આ શીખ સમુદાય માટે ગર્વનો દિવસ હતો, પરંતુ તે જુદા-જુદા રંગના અને વર્ણના લોકો માટે પણ ગર્વનો દિવસ હતો જેઓ કોર્ટની વિવિધતામાં હ્યુસ્ટન શહેરની વિવિધતાને જુએ છે.” ઉલ્લેખનીય છે કે આ પહેલા ટેક્સાસમાં ભારતીય મૂળના કેરેલિયન ડો. પટ્ટેલ પણ ડિસ્ટ્રિક્ટ જજ બન્યા હતા અને ભારતનું ગૌરવ વધાર્યુ હતુ.

આ પણ વાંચોઃ

રાજકોટમાં સાવકા પિતાએ જ અઢી વર્ષની માસુમ દિકરીની કરી હત્યા,પોલીસ સામે કરી કબુલાત

ભારતની અધ્યક્ષતામાં G-20ની પ્રથમ બેઠક આજથી કોલકાતામાં શરૂ,આ મુદ્દા પર થશે ચર્ચા

રાજયમાં ઠંડીથી લોકોને આશિંક રાહત, આગામી દિવસો માટે હવામાન વિભાગે આપી આ આગાહી