Not Set/ #Coronavirus/ આજે મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની ખાસ બેઠક, લોકડાઉનનો મુદ્દો રહેશે ખાસ

કોરોના વાયરસને કારણે 3 મે સુધી દેશભરમાં લોકડાઉન ચાલુ છે, પરંતુ કોરોના ચેપનાં કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, જે બાદ ઘણા રાજ્યોએ ફરી એક વાર લોકડાઉન કરવાની ભલામણ કરી છે. 23 માર્ચે લોકડાઉનની ઘોષણા કરવામાં આવી ત્યારબાદ આ ત્રીજી વખત છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજશે. આજે 27 […]

India
31a39a90920514ff816592be7780a6cd #Coronavirus/ આજે મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની ખાસ બેઠક, લોકડાઉનનો મુદ્દો રહેશે ખાસ
31a39a90920514ff816592be7780a6cd #Coronavirus/ આજે મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની ખાસ બેઠક, લોકડાઉનનો મુદ્દો રહેશે ખાસ

કોરોના વાયરસને કારણે 3 મે સુધી દેશભરમાં લોકડાઉન ચાલુ છે, પરંતુ કોરોના ચેપનાં કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, જે બાદ ઘણા રાજ્યોએ ફરી એક વાર લોકડાઉન કરવાની ભલામણ કરી છે. 23 માર્ચે લોકડાઉનની ઘોષણા કરવામાં આવી ત્યારબાદ આ ત્રીજી વખત છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજશે. આજે 27 એપ્રિલે પીએમ મોદી ફરીથી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદી કોરોના સંક્રમણ અને લોકડાઉન અંગે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરીથી તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. પીએમ મોદી રાજ્યોમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરશે. આ બેઠકમાં કોરોના વાયરસ સામે લડતા દેશની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને ગૃહ મંત્રાલયની સૂચનાનાં સંદર્ભમાં ચર્ચા કરવામાં આવશે. વળી, 3 મે નાં રોજ પૂરા થતાં લોકડાઉન અંગે વ્યૂહરચના નક્કી કરવામાં આવશે.

સુત્રોનું માનીએ તો, આ બેઠકમાં પીએમ મોદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના ઇન્ફેક્શનની સ્થિતિ અંગે ચર્ચા કરશે. વળી, રાજ્યોમાં નવા કન્ટેનમેન્ટ ઝોનની રચના અટકાવવા માટે લેવામાં આવેલા પગલાઓની પણ ચર્ચા કરવામાં આવશે. 20 એપ્રિલનાં રોજ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકાઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રીઓ લોકડાઉનનો અંત લાવવો કે વધારવા અંગે ચર્ચા કરશે. આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોના ચેપની સંખ્યા વધીને 26,917 થઈ ગઈ છે. કોરોનાથી મૃત્યુઆંક હવે 826 પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.