Not Set/ પત્રકાર જે ડે હત્યા કેસ છોટા રાજન દોષિત, જીગ્ના વોરાને નિર્દોષ છોડતી કોર્ટ

મુંબઇ, મુંબઇના જાણીતા ક્રાઇમ રિપોર્ટર જે ડેની હત્યા કેસનો આજે ચુકાદો આવ્યો હતો, જેમાં સ્પેશિયલ કોર્ટે આ કેસની આરોપી જીગ્ના વોરાને નિર્દોષ છોડી મુકી હતી, જ્યારે બીજા આરોપી છોટા રાજનને દોષિત માન્યા હતા. આ કેસમાં કુલ 11 આરોપી હતા, જેમાં રાજન અને જીગ્નાનું નામ ખાસ્સું ચમક્યું હતું. સ્પેશીયલ કોર્ટના જજ સમીર અડકરે જે ડે હત્યા કેસમાં  કુલ નવ આરોપીને […]

Top Stories India
chhota rajan1 પત્રકાર જે ડે હત્યા કેસ છોટા રાજન દોષિત, જીગ્ના વોરાને નિર્દોષ છોડતી કોર્ટ

મુંબઇ,

મુંબઇના જાણીતા ક્રાઇમ રિપોર્ટર જે ડેની હત્યા કેસનો આજે ચુકાદો આવ્યો હતો, જેમાં સ્પેશિયલ કોર્ટે આ કેસની આરોપી જીગ્ના વોરાને નિર્દોષ છોડી મુકી હતી, જ્યારે બીજા આરોપી છોટા રાજનને દોષિત માન્યા હતા.

આ કેસમાં કુલ 11 આરોપી હતા, જેમાં રાજન અને જીગ્નાનું નામ ખાસ્સું ચમક્યું હતું. સ્પેશીયલ કોર્ટના જજ સમીર અડકરે જે ડે હત્યા કેસમાં  કુલ નવ આરોપીને દોષિત ઠેરવ્યા છે,  જ્યારે જીગ્ના વોરા સહિત બે લોકોને મુક્ત કરાયા છે.

આ કેસમાં દોષિતોને સજાનું એલાન આજે જ થઇ શકે છે.

મુંબઇના જાણીતા ક્રાઇમ રિપોર્ટર જે ડેની 11 જુન 2011ના રોજ પવઇ પાસે હીરાનંદ વિસ્તારમાં જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. 51 વર્ષના જે ડેને ગોળી મારવામાં સતીશ કાલિયા નામના શાર્પ શુટરનું નામ સામે આવ્યું હતું. એ પછી આ હત્યાના ષડયંત્રમાં જાણીતા અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનું નામ સામે આવ્યું હતું.

આ કેસની તપાસ સીબીઆઇને સોંપાઇ હતી અને તેમની તપાસમાં એવું સામે આવ્યું હતું કે જે ડે બે પુસ્તક લખી રહ્યાં હતા. જેમાં છોટા રાજનના કુકર્મોની કુંડળીનાં કાળા ચિઠ્ઠાં હતા. સરકારી વકીલ પ્રદીપ ઘરાતના જણાવ્યા અનુસાર, આ કેસમાં કુલ 155 સાક્ષીઓને હાજર કરાયા હતા. છોટા રાજનનું નિવેદન વીડિયો કોન્ફરન્સ દ્વારા તિહાર જેલમાંથી લેવાયું હતું. જે.ડેએ‘ખલ્લાસ- અન એ ટૂ ઝેડ ધ અંડરવર્લ્ડ’ ને ‘ઝીરો ડાયલ: ધ ડેન્જરસ વર્લ્ડ ઓફ ઈનફોર્મર્સ’ લખી હતી. તેઓ પોતાની ત્રીજી બુક ‘ચિંદી: રાગ્સ ટૂ રિચેસ’ લખી રહ્યા હતા. એવું કહેવાય છે કે, આ બુક છોટા રાજન પર હતી અને તેમાં તેમણે રાજનને ચિંદી એટલે કે તુચ્છ કહ્યો હતો, જેનાથી રાજન તેમના પર ભડક્યો હતો.

આ કેસમાં છોટા રાજન સહિત પત્રકાર જીગ્ના વોરા અને અન્ય 9 ની ધરપકડ કરવામાં આવી હતી.આ કેસમાં 3055 પાનાની ચાર્જશીટ ખાસ મકોકા કોર્ટમાં મુકવામાં આવી હતી. જે ડે હત્યા કેસમાં તપાસ એજન્સીએ સતીશ કાલિયા, અભિજીત શીંદે, અરૂણ ડાકે,સચીન ગાયકવાડ, અનીલ વાઘમોડે, નીલેશ શીંદે, મંગેશ અગવાને, વિનોદ અસરાની, પોલ જોસેફ અને દિપક સિસોદીયાની ધરપકડ કરી હતી.