Not Set/ #Corona/ કોરોનાથી ઠીક થયા બાદ કામ પર પરત ફર્યા બ્રિટેન PM બોરિસ જ્હોનસન

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન કોરોના વાયરસથી સ્વસ્થ થયા બાદ આજે કામ પર પાછા ફર્યા છે. દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓ સતત મરી રહ્યા છે, જેના કારણે અહીંની સરકારને લોકોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. બોરિસ જ્હોનસનનાં કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે, બોરિસ સોમવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર તેમની ઓફિસ પર પહોંચ્યા હતા. તેઓ […]

World
c296bed765dc77dee4172b95d241d61e #Corona/ કોરોનાથી ઠીક થયા બાદ કામ પર પરત ફર્યા બ્રિટેન PM બોરિસ જ્હોનસન

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન કોરોના વાયરસથી સ્વસ્થ થયા બાદ આજે કામ પર પાછા ફર્યા છે. દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓ સતત મરી રહ્યા છે, જેના કારણે અહીંની સરકારને લોકોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. બોરિસ જ્હોનસનનાં કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે, બોરિસ સોમવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર તેમની ઓફિસ પર પહોંચ્યા હતા. તેઓ બે અઠવાડિયાથી લંડનની એક હોસ્પિટલમાં સારવાર બાદ અહીં પહોંચ્યા છે. વિદેશ સચિવ ડોમિનિક રોબે કહ્યું કે બોરીસ રવિવારે જ ઓફિસ જવા તૈયાર હતા.

આપને જણાવી દઇએ કે, બ્રિટનમાં કોરોના વાયરસને કારણે 20 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. બ્રિટન વિશ્વમાં મહત્તમ કોરોના વાયરસથી મૃત્યુનાં મામલામાં પાંચમો દેશ છે. માનવામાં આવે છે કે નર્સિંગ હોમ્સમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. આપને જણાવી દઈએ કે, બોરિસ જ્હોનસન એક અઠવાડિયા માટે થોમસ હોસ્પિટલમાં રોકાયા હતા, અહીં તેઓ ત્રણ દિવસ સુધી આઈસીયુમાં પણ રહ્યા, જ્યાં તેમને ઓક્સિજન આપવામાં આવ્યું હતું અને ચોવીસ કલાક તેમની ઉપર નજર રાખવામાં આવતી હતી. જ્યારે 12 એપ્રિલના રોજ તેમને મુક્ત કરવામાં આવ્યા ત્યારે બોરિસે પોતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલનો આભાર માનતો એક વિડિઓ રજૂ કર્યો હતો.

વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, જો જ્હોનસન સરકારે બ્રિટનમાં પહેલેથી જ લોકડાઉન કર્યું હોત તો આટલી મોટી સંખ્યામાં લોકોનાં મોત ન થયા હોત. દેશમાં 7 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વિપક્ષ સરકારને લોકડાઉનમાં ક્યારે ઢીલ થશે તેવો સવાલ પૂછી રહ્યુ છે. વિપક્ષી લેબર પાર્ટીનાં નેતા, કેર સ્ટાર્મરે બોરિસ જ્હોનસનને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે આ મામલે ઝડપી નિર્ણય લેવાની જરૂર છે અને લોકોને આ વિશે સ્પષ્ટ જણાવવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.