બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત દરરોજ કોઈને કોઈ વાતને લઈને વિવાદ અને ચર્ચામાં રહેવાનો ચસ્કો લાગ્યો છે. જો કે, આ વખતે તેની લાઈફ સાથે જોડાયેલો શખ્સ ચર્ચામાં આવ્યો છે. આ શખ્સ કંગનાનો બોડીગાર્ડ કુમાર હેગડે છે. કંગનાના બોડીગાર્ડ હેગડે વિરુદ્ધ રેપ કેસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ ફરિયાદ 30 વર્ષની એક બ્યૂટીશિયને નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો છે કે હેગડેએ તેને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. તેઓ સંબંધમાં હતા ત્યારે લગ્નનો વાયદો કરી હેગડેએ તેની સાથે સંબંધ બનાવ્યા હતા.
આ પણ વાંચો :અમદાવાદમાં કોરોનાના કેસોમાં થયો મોટો ઘટાડો, 43 દિવસ બાદ નોંધાયા 1 હજારથી ઓછા કેસ
ફરિયાદમાં આગળ લખવામાં આવ્યું છે કે તે બંને એકબીજાને 8 વર્ષથી ઓળખે છે. પહેલા પીડિતાએ શારીરિક સંબંધ માટે ઈન્કાર કર્યો હતો. પરંતુ આરોપીએ તેને વારંવાર મજબૂર કરી દુષ્કર્મ કર્યું હતું. આ મામલે હવે પોલીસે તપાસ શરુ કરી છે.
આ ફરિયાદમાં પીડિતાએ જણાવ્યુ હતું કે, કુમાર હેગડે પહેલા લગ્ન માટે પ્રપોઝ કર્યુ, ઉપરાંત તેને લીવ ઈનમાં રહેવા માટે કહ્યુ. જો કે, મહિલા સાથે રહેવા માટે તૈયાર થઈ ગઈ, કારણે તેને આશા હતી કે, કુમાર તેની સાથે લગ્ન કરશે.
આ પણ વાંચો :બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો, અમદાવાદની આ હોસ્પિટલમાં નોંધાયા 3 કેસ
જો કે, સાથે રહેતી વખતે તેણે ફિજીકલ રિલેશન બનાવવાની ના પાડી પણ હેગડેએ તેને મજબૂર કરી. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, તેણે એવુ કહીને મારી પાસેથી 50 હજાર પડાવી લીધા કે, તેની માતાની તબિયત ખરાબ છે. ત્યારથી જ તેના કોન્ટેક્ટ પણ બંધ છે. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો :અંકિતા લોખંડેએ મનાવ્યો મહેશ શેટ્ટીનો જન્મદિવસ, કહ્યું – દોસ્તી……