અમદાવાદ,
સમગ્ર દેશમાં ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહપૂર્વક ઉજવણી ધુમ ધામથી કરી છે. જ્યા ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે અમદાવાદની જામા મસ્જિદ સહિત અનેક મસ્જિદમાં વિશેષ નમાઝ અદા કરી. સમગ્ર મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજ્જ થઇને એકબીજાને ઘરે જઇને એકમેકને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી. સાથે જ મહેમાનું સ્વાગત ‘શિર-ખુર્મા’ થી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ૧૬ મેથી રમજાન માસનો પ્રારંભ થયો હતો. પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદો ઈબાદતમાં લિન્ન થયા છે. ગુજરાત ચાંદ કમિટિએ જણાવ્યું હતું કે, ‘ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશ આપે છે.
આ દિવસે ગરીબ હોય કે ધનવાન તેઓ તમામ ભેદભાવને ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની શુભકામના પાછવે છે. પવિત્ર રમજાન માસમાં ઈનામ રૂપે ઈદ આવે છે. ‘ આજથી ૧૩૯૧ વર્ષ અગાઉ ઇસ્લામ ધર્મના અનુયાયીઓએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવાની શરૃઆત કરી હતી. તેમજ પીએમ મોદી અને સીએમ વિજજય રૂપાણીએ સમગ્ર મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી.