Not Set/ સમાજના મુખ્ય મુદ્દાઓની લડત હાર્દિક ભૂલી ગયો: લાલજી પટેલ

અમદાવાદ, લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના વડા હાર્દિક પટેલે પોતાનો રાજકીય વિકલ્પ પસંદ કરી લીધી છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં એસપીજી નેતા લાલજી પટેલે મોટો પડકાર ફેંક્યો છે. લાલજી પટેલે હાર્દિક પટેલના રાજકારણ પ્રવેશ અંગે કથિત નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે આરોપ મુક્યો છે […]

Ahmedabad Gujarat
mantavya 262 સમાજના મુખ્ય મુદ્દાઓની લડત હાર્દિક ભૂલી ગયો: લાલજી પટેલ

અમદાવાદ,

લોકસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના વડા હાર્દિક પટેલે પોતાનો રાજકીય વિકલ્પ પસંદ કરી લીધી છે.

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં એસપીજી નેતા લાલજી પટેલે મોટો પડકાર ફેંક્યો છે. લાલજી પટેલે હાર્દિક પટેલના રાજકારણ પ્રવેશ અંગે કથિત નારાજગી વ્યક્ત કરી છે.

આ અંગે આરોપ મુક્યો છે કે હાર્દિક પટેલે સમાજના હિત માટે આવ્યા હતા. પરંતુ સમાજને પુછ્યા વિના રાજકારણમાં પ્રવેશ્યા છે. પાટીદારોનો પ્રેમ સમાજના પ્રશ્નો માટે હતો. હવે હાર્દિક પટેલ 5000 પાટીદારોને ભેગા કરી બતાવે એવો પડકાર ફેંક્યો હતો.

મહત્વનું  છે કે હાર્દિક ઘણા સમય પહેલાં પાસના નેતા તરીકે અલ્પેશ કથીરિયાને કમાન સોંપી અને રાજકારણમાં પ્રવેશનો ઇશારો આપ્યો હતો.

ભાજપ સતત આક્ષેપો કરી રહ્યું હતું કે, હાર્દિકે પાટીદાર આંદોલન કોંગ્રેસના ઇશારે ચલાવ્યું હતું. આ બધાની વચ્ચે હાર્દિકના જ એક સમયના સાથી લાલજી પટેલે તેને પડકાર ફેંકતા વાતાવરણ ગરમાયું છે.