જમ્મુ,
આંતકવાદીઓ દ્વારા પુલવામાંથી અપહરણ બાદ ક્રુરતા પૂર્વક એક ભારતીય સેનાના જવાનને ગોળી મારીદે છે. આ સેનાના જવાનનો છેલ્લો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. શુક્રવાર સાંજથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા દેશમાં ચકચાર મચી ગઈ છે. આ વિડીયોને આંતકી સંગઠન દ્વારા વાઈરલ કરવામાં આવ્યો છે.
શ્રીનગરમાં આતંકીઓએ આર્મી જવાન ઔરંગઝેબની હત્યા પહેલાં તેમનો એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો શુક્રવાર સાંજથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. તેમાં આતંકીઓ ઔરંગઝેબની પોસ્ટિંગ, આતંકીઓના એન્કાઉન્ટર અને એક મેજર વિશે પૂછપરછ કરતા જોવા મળી રહ્યા છે.
ઔરંગઝેબ જ્યારે ઈદ મનાવવા તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમનો મૃતદેહ પુલાવામાથી મળી આવ્યો હતો. આતંકીઓએ ગોળી મારતા પહેલાં 1.5 મીનિટનો વીડિયો બનાવ્યા હતા.
વીડિયોમાં ઔરંગઝેબ બ્લેકકલરની ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. તેને ઝાડ સાથે બાંધવામાં આવ્યો છે. આતંકીઓએ ઔરંગઝેબને મેજર રોહિત શુક્લા વિશે પણ પૂછપરછ કરી હતી.
તેમણે પૂછ્યું હતું કે, શું તું એમની સુરક્ષામાં તહેનાત હતો? મેજર શુક્લાએ આ વર્ષે જ એપ્રિલમાં હિજબુલ મુઝ્ઝાહિદ્દીનના કમાન્ડર સમીર ટાઈગરને ઠાર કરી દીધો હતો. જમ્મૂ-કાશ્મીર લાઈટ ઈન્ફ્રેન્ટ્રીના જવાન ઔરંગઝેબ શોપિયાના શાદીમર્ગમાં રોહિત શુક્લા સાથે તહેનાત હતા
કોણ હતો સમીર ટાઇગર.
નોંધનીય છે કે સમીર ટાઇગર 2016માં હિઝબુલ મુઝાહિદ્દીનમાં જોડાયો હતો. સમીર પુલવામાનો રહેવાસી હતો. તે ઘણાં આતંકી હુમલામાં સામેલ હતો. બુરહાન વાની પછી સમીરને કાશ્મીરના પોસ્ટર બોય તરીકે જોવામાં આવતો હતો. સમીરે આતંકી વસીમના જનાજામાં ફાયરિંગ પણ કરી હતી.