Not Set/ લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના મહાગઠબંધનના નેતૃત્વ અંગે સસ્પેન્સ યથાવત, રાહુલ ગાંધીએ સાધી ચુપકીદી

મુંબઈ, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપનો વિજય રથ રોકવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ માટે તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા એકસાથે મળી મહાગઠબંધન કરવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. જો કે આ વચ્ચે મહારાષ્ટ્રના મુલાકાતે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મહાગઠબંધનના નેતૃત્વ અંગે […]

India
657480 gandhirahul 012918 લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના મહાગઠબંધનના નેતૃત્વ અંગે સસ્પેન્સ યથાવત, રાહુલ ગાંધીએ સાધી ચુપકીદી

મુંબઈ,

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપનો વિજય રથ રોકવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ માટે તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા એકસાથે મળી મહાગઠબંધન કરવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે.

જો કે આ વચ્ચે મહારાષ્ટ્રના મુલાકાતે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મહાગઠબંધનના નેતૃત્વ અંગે ચુપકીદી સાધી છે.

મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ કહ્યું, “પીએમ મોદી અને સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા દેશના બંધારણ અને અન્ય સંસ્થાઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ભાવના ના માત્ર ભાજપ વિરોધી રાજકીય પાર્ટીઓ પણ દેશની જનતાની પણ છે કે, એક મહાગઠબંધન બને જે ભાજપ અને પીએમ મોદીનો સામનો કરી શકે.

પરંતુ આ દરમિયાન એ સમયે રાહુલ ગાંધીએ ચુપકીદી સાધી લીધી જયારે તેઓને પૂછવામાં આવ્યું કે, “આ મહાગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે”,

મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ જણાવ્યું, “લોકોને સામે એક સવાલ છે કે પીએમ મોદી અને ભાજપને કેવી રીતે રોકવામાં આવે. તેઓની પાર્ટી દ્વારા એ અવાજોને એક સાથે લાવવા માટે કોશિશ કરવામાં આવી રહી છે અને અ દિશામાં કામ ચાલી રહ્યું છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પેટ્રોલ અને ડીઝલની કિંમતોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના ડાયરામાં લાવવા માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓની આ વાતમાં કોઈ રુચિ નથી.

કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું, “નોટબંધી દ્વારા મુંબઈ પર હુમલો કરવામાં આવ્યો છે. અહિયાં નાના ઉદ્યોગ છે, ચામડાના વેપારીઓ છે, પરંતુ તેઓ પર “ગબ્બર સિંહ ટેક્સ” દ્વારા હુમલો બોલવામાં આવ્યો છે. સમગ્ર દેશ દુઃખી છે અને અમે તેઓ વિરુધ લડી રહ્યા છે.