Not Set/ CBI વિવાદ: જ્યારે લોકસભામાં CBI પોપટ છે…પોપટ છે…પોપટ છે ના લાગ્યા નારા

શારદા ચીટફંડ મામલે સીબાઇઆઇના અધિકારીઓની ધરપકડ બાદ મમતા બેનર્જીએ મોડી રાત્રે ધરણા કર્યા, સીબીઆઈના વિવાદ સોમવારે દેશની સંસદમાં જોરજોરથી ગુંજ્યો છે. ગૃહમંત્રી રાજનાથસિંહ લોકસભાની સીબીઆઇની વિવાદના જવાબ આપતા હતા ત્યારે, વિપક્ષીઓએ ભારે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન, તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) ના સાંસદોએ સભામાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ‘સીબીઆઈ પોપટ છે, પોપટ છે, પોપટ છે. […]

Top Stories India
mantavya 59 CBI વિવાદ: જ્યારે લોકસભામાં CBI પોપટ છે...પોપટ છે...પોપટ છે ના લાગ્યા નારા

શારદા ચીટફંડ મામલે સીબાઇઆઇના અધિકારીઓની ધરપકડ બાદ મમતા બેનર્જીએ મોડી રાત્રે ધરણા કર્યા, સીબીઆઈના વિવાદ સોમવારે દેશની સંસદમાં જોરજોરથી ગુંજ્યો છે. ગૃહમંત્રી રાજનાથસિંહ લોકસભાની સીબીઆઇની વિવાદના જવાબ આપતા હતા ત્યારે, વિપક્ષીઓએ ભારે વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન, તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) ના સાંસદોએ સભામાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ‘સીબીઆઈ પોપટ છે, પોપટ છે, પોપટ છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની કાર્યવાહી સોમવારે શરૂ થઈ તે સમયે  વિરોધ પક્ષોએ પશ્ચિમ બંગાળનો મુદ્દો ઉઠાવ્યો અને સીબીઆઇની દુરુપયોગનનો મોદી સરકાર પર આરોપ મૂક્યો. જ્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કૉંગ્રેસ સહિતના ઘણા વિરોધ પક્ષોએ કેન્દ્ર પર આરોપ મૂક્યો, ત્યારે ગૃહમંત્રી રાજનાથસિંહ સરકારની વતી જવાબ આપવા માટે ઊભા થયા.

ગૃહમંત્રીએ સદનમાં કહ્યું કે, દેશની કાયદાકીય એજન્સીઓની વચ્ચે આવો ટકરાવ દેશના ફેડરલ અને રાજનીતિક ઢાંચા માટે યોગ્ય નથી. તેમણે કહ્યું કે, એજન્સીઓને જો કામ કરવાથી રોકવામાં આવે તો તેનાથી અવ્યવસ્થા પેદા થશે. કેન્દ્ર સરકારે હંમેશા રાજ્યોના અધિકારનું સન્માન કર્યું છે.

પોલીસ રાજ્યનો વિષય છે અને રાજ્યોને પણ કેન્દ્રની એજન્સીઓનું સન્માન કરવું જોઈએ. રાજનાથ સિંહે કહ્યું કે, કાલે જે ઘટના થઈ તે સંવિધાનિક ઢાંચાના તૂટવાની તરફ સંકેત આપી રહ્યા છે. આ સંબંધમાં રાજ્યપાલ સાથે મારી વાત થઈ છે અને તેમની પાસેથી એક રિપોર્ટ પણ માંગી છે. મુખ્યમંત્રીએ એજન્સીઓને કામ કરવાથી રોકવા ન જોઈએ.

ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, સીબીઆઈ અધિકારીઓને કોલકતા પોલીસ દ્વારા તપાસ કરવાથી અટકાવવામાં આવ્યા છે. કોર્ટે શારદા ચીટફંડ કૌભાંડની તપાસ કરવા સીબીઆઈને જવાબદારી આપી છે. સીબીઆઇ અધિકારીઓને કામ કરવાથી અટકાવવામાં આવ્યા છે, આવી ઘટના ક્યારેય પહેલા થઈ નથી.

દેશના ઇતિહાસમાં કદાચ આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થાના પાંચ અધિકારીઓને કોઈ રાજ્યની પોલીસે અટકાયતમાં લીધા હોય. હવે આ લડાઇ પશ્ચિમ બંગાળ વિરુદ્ધ કેન્દ્ર સરકારની બની ગઈ છે. જ્યારે સીબીઆઈના વચગાળાના વડા એમ નાગેશ્વર રાવે કહ્યું છે કે, તેઓ આ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જશે.

સીબીઆઈની અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈએ કહ્યું કે, જો કોલકાતા પોલીસ કમિશ્નર આ કેસમાં પુરવાનો નાશ કરવાનું વિચારે છે તો આ વાત અમારા ધ્યાનમાં મૂકો. અમે તેમની સામે એવી આકરી કાર્યવાહી કરીશું કે તેઓ ભવિષ્યમાં યાદ રાખશે.