Ahmedabad/ સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટને 1 વર્ષ પૂર્ણ, 5167 લોકોને રૂપિયા 11 કરોડ પરત અપાવ્યા

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ એક વર્ષમાં નાણાંકિય છેતરપીંડીનો ભોગ બનનારા 5167 લોકોનાં 11 કરોડથી પણ વધુ રૂપિયા સાયબર ક્રાઈમે પરત અપાવ્યા છે.સૌથી વધુ ઠગાઈ અત્યારે કસ્ટમર કેર ફ્રોડ દ્વારા થતી હોવાનું સામે આવ્યુ છે.

Ahmedabad Gujarat
a 159 સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટને 1 વર્ષ પૂર્ણ, 5167 લોકોને રૂપિયા 11 કરોડ પરત અપાવ્યા

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

આધુનિક યુગમાં ટેક્નોલોજીનાં ઉપયોગ સાથે તેનાં દૂરઉપયોગ પણ વધી રહ્યા છે.ફ્રોડસ્ટર દ્વારા અનેક રીતે લોકોની સાથે ઠગાઈ આચરવામાં આવી રહી છે તેવામાં ઓનલાઈન ઠગાઈને અટકાવવા માટે એક વર્ષ પહેલા ગુજરાત પોલીસ દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરાયો જેનાં થકી નાણાંકિય ઠગાઈના ભોગ બનનાર વ્યક્તિને તાત્કાલીક મદદરૂપ થવાય અને તેનાં ગયેલા રૂપિયા જે-તે બેંક ખાતામાં જ ફ્રિજ કરી તેને પરત અપાવી શકાય.

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ એક વર્ષમાં નાણાંકિય છેતરપીંડીનો ભોગ બનનારા 5167 લોકોનાં 11 કરોડથી પણ વધુ રૂપિયા સાયબર ક્રાઈમે પરત અપાવ્યા છે.સૌથી વધુ ઠગાઈ અત્યારે કસ્ટમર કેર ફ્રોડ દ્વારા થતી હોવાનું સામે આવ્યુ છે.જેમાં ગુગલ પર હજારો ફેક વેબસાઈટ પરથી નંબર લઈ લોકો મદદ માટે ફોન કરે છે તેવામાં ફ્રોડસ્ટર દ્વારા કોલ કરનારનાં ખાતામાંથી પૈસાની ઉઠાંતરી કરી લેવાય છે.સાયબર ક્રાઈમે એક વર્ષમાં 250 થી વધુ ફેક વેબસાઈટ પણ બંધ કરી છે.

આ પ્રોજેક્ટ હેઠળ સાયબર ક્રાઈમે 72 હજાર જેટલા ફેક બેંક ખાતા પણ બંધ કરાવ્યા તેમજ 100 જેટલા ફેક કસ્ટમર કેર નંબરો બંધ કરી અનેક લોકોને ઠગાઈથી બચાવ્યા છે..બીજા નંબરે સૌથી વધુ ઠગાઈ ડેબીટ કાર્ડ અને તે બાદ ક્રેડિટ કાર્ડ થકી છેતરપીંડીનાં કિસ્સાઓ સૌથી વધુ નોંધાઈ રહ્યા છે.OLX પર આર્મી જવાનની ઓળખ આપીને અથવા તો PAYTM KYC નાં નામે લોકો નાણાંકિય ઠગાઈનો ભોગ બની રહ્યા છે.

સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ સાયબર ક્રાઈમ ઇન્સીડન્ટ રિસ્પોન્સ યુનિટ, એન્ટિ સાયબર ક્રાઈમ બુલિંગ યુનિટ, સાયબર સુરક્ષા લેબ તેમજ લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ ન બને તે માટે સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ પણ કાર્યરત છે.

સાયબર ઠગાઈનો ભોગ બનનાર વ્યક્તિ 100 નંબર પર ફોન કરીને ફરિયાદ કરે તો તેની રકમ પરત મળી શકતી હોવાથી સાયબર ક્રાઈમ બ્રાન્ચ લોકોને ત્વરીત ઈમરજન્સી નંબર 100 પર ફોન કરીને ઠગાઈની ફરિયાદ લખાવે તેવી અપીલ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો