Not Set/ અમદાવાદ/ લો ગાર્ડન  હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાની મજા, પોકેટ માટે બનશે સજા, અધધ પાર્કિંગ ફી….

હેપ્પી સ્ટ્રીટમાં વાહન પાર્ક કરવું પડશે મોંઘુ બપોરે 4 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ટુ વ્હીલરના રૂ.20 ફોર વ્હીલરના રૂ.50નો પ્રતિકલાક પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે સવારે 446 ટુ વ્હીલર અને 35 ફોર વ્હીલર પાર્ક થઈ શકશે જ્યારે સાંજે 221 ટુ વ્હીલર અને 21 ફોર વ્હીલર પાર્ક થઈ શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેપ્પી સ્ટ્રીટ ફૂડ […]

Ahmedabad Gujarat
bapu 5 અમદાવાદ/ લો ગાર્ડન  હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાની મજા, પોકેટ માટે બનશે સજા, અધધ પાર્કિંગ ફી....
  • હેપ્પી સ્ટ્રીટમાં વાહન પાર્ક કરવું પડશે મોંઘુ
  • બપોરે 4 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ટુ વ્હીલરના રૂ.20
  • ફોર વ્હીલરના રૂ.50નો પ્રતિકલાક પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે
  • સવારે 446 ટુ વ્હીલર અને 35 ફોર વ્હીલર પાર્ક થઈ શકશે
  • જ્યારે સાંજે 221 ટુ વ્હીલર અને 21 ફોર વ્હીલર પાર્ક થઈ શકશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા તૈયાર કરવામાં આવ્યું છે.  જોકે લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ફૂડમાં વાહન પાર્ક કરવાનું પ્રજાને મોંઘું પડશે, પ્રતિ કલાકના ટુ વ્હીલરના રૂ. 20 અને ફોર વ્હીલરના રૂ.50 ચૂકવવા તૈયાર રહેવું પડશે.

સ્વાદ રસિકો એવા અમદાવાદીઓ AMC દ્વારા લો ગાર્ડનમાં બનાવેલી હેપ્પી સ્ટ્રીટની મજા તો માણી શકશે.  પરંતુ આ મજા પ્રજાને મોંઘી પડશે. ખાવા-પીવાના શોખીન એવા અમદાવાદીઓને હેપ્પી સ્ટ્રીટમાં વાહન પાર્ક કરવાનું મોંઘું પડશે. હેપ્પી સ્ટ્રીટ ફૂડમાં બપોરે ચાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી ટુ વ્હીલરના 20 રૂપિયા અને ફોર વ્હીલરના 50 રૂપિયાનો પ્રતિ કલાકનો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે.  હેપ્પી સ્ટ્રીટમાં સવારે 446 ટુ વ્હીલર અને 35 ફોર વ્હીલર પાર્ક થઈ શકશે.

જ્યારે સાંજે 221 ટુ વ્હીલર અને 21 ફોર વ્હીલર પાર્ક થઈ શકશે.  કોર્પોરેશન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું હતું. જેથી કોર્પોરેશનને વાર્ષિક કમાણી રૂ. 25.30 લાખની થશે.

હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાનું આકર્ષણ તો AMCએ મોટા ઉપાડે ઉભું કરી દીધુ છે. પરંતુ તોતિંગ પાર્કિંગ ચાર્જની વસુલાત પ્રજા પાસેથી કરાશે.  પાર્કિંગ ચાર્જની વસુલાતથી કોર્પોરેશનને વાર્ષિક  રૂ. 25.30 લાખની કમાણી થશે.  જેથી કોર્પોરેશન ચોક્કસ હેપ્પી થશે.  પરંતુ ટેક્ષની વસુલાત કરતી AMCને સવાલ એક જ છે કે શું હેપ્પી સ્ટ્રીટ ખરેખર પ્રજાને હેપ્પી કરશે ???

બ્યૂરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.