ગાંધીનગર/ કોરોના વચ્ચે વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ, સ્થિતિને ધ્યાનમાં રાખી ટેસ્ટિંગ ડોમની કરાઇ વ્યવસ્થા

જેમ જેમ વાઇબ્રન્ટ સમિટ નજીક આવી રહ્યુ છે તેમ તેમ કોરોનાનાં કેસમાં વૃદ્ધિ થઇ છે. ફરી એકવાર રાજ્યમાં પરિસ્થિતિ બીજી લહેર સમાનાંતર થઇ રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે.

Top Stories Gujarat Others
વાઇબ્રન્ટ સમિટ

જેમ જેમ વાઇબ્રન્ટ સમિટ નજીક આવી રહ્યુ છે તેમ તેમ કોરોનાનાં કેસમાં વૃદ્ધિ થઇ છે. ફરી એકવાર રાજ્યમાં પરિસ્થિતિ બીજી લહેર સમાનાંતર થઇ રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે, આ વચ્ચે રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન એક મોટો પડકાર બરાબર બની ગયુ છે. જણાવી દઇએ કે, રાજ્ય સરકારે 10, 11 અને 12 જાન્યુઆરીનાં રોજ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે યોજાનારી આ મહાઇવેન્ટની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – સાવધાન! / WHO એ ઓમિક્રોનને લઇને આપી ચેતવણી, વધતા કેસ વધુ ખતરનાક વેરિઅન્ટને આપી શકે છે આમંત્રણ

આપને જણાવી દઇએ કે, વાઇબ્રન્ટ સમિટ આ વખતે એવા સમયે થઇ રહી છે જ્યારે કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. આ વચ્ચે પાટનગર ગાંધીનગર ખાતે આગામી 10 જાન્યુઆરીથી યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં પ્રથમ વખત, પાંચ દેશોનાં રાજ્યોનાં વડાઓ અને સરકારનાં વડાઓ ભાગ લેશે. તેમાં રશિયાનાં વડાપ્રધાન મિખાઇલ મિશુસ્ટિન, મોરેશિયસનાં વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, મોઝામ્બિકનાં પ્રમુખ ફિલિપ જેસિન્ટો ન્યુસી, સ્લોવેનિયાના વડાપ્રધાન જાનેઝ જાન્સા અને નેપાળનાં વડા પ્રધાન શેર બહાદુર દેઉબાનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, કોરોના કાળમાં અનેક મુશ્કેલીઓ સાથે આર્થિક નુકસાનીનો સામનો કર્યા બાદ ગુજરાતમાં ફરી વેપાર ધંધા પાટે ચઢી રહ્યાં છે. દેશ વિદેશની કંપનીઓ ગુજરાતમાં ફરી સક્રિય વેપાર કરવા તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ ક્ષેત્રોની કંપનીઓ સાથે 24 હજાર 185 કરોડનાં MOU કરવાના છે. આ અંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કર્યુ હતુ. હવે 10મી વાઇબ્રન્ટ સમિટ શરૂ થવા જઈ રહી છે. 2022 વાઇબ્રન્ટ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ પર યોજાશે. જણાવી દઇએ કે, ગત વાઈબ્રન્ટ સમિટમાં 28,500 કરોડનાં MOU થયાં હતાં. આ વખતે તેનાથી પણ વધુ MOU થાય તેવા અણસાર છે. જો કે એ વાત પણ સાચી છે કે આ વખતે કોરોનાવાયરસનાં સતત વધતા કેસ રાજ્ય સરકાર માટે એક પડકાર રૂપ સાબિત થશે. જો કે મહાત્મા મંદિર ખાતે કોરોનાની વૈશ્વિક મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આઈસોલેશન ડોમ અને ટેસ્ટિંગ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો – કટોકટી / કઝાકિસ્તાનના બે શહેરમાં કટોકટીની સ્થિતિ,રાષ્ટ્રપતિએ અલીખાન સ્મિલોવને કાર્યકારી વડાપ્રધાન નિયુકત કર્યા

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં જાન્યુઆરી 10 થી 12 ત્રિદિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થયું છે. સમિટ અગાઉ પણ પ્રિ-વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે. જેના ભાગરૂપે તારીખ 7 જાન્યુઆરીએ પાટનગર ગાંધીનગરનાં આંગણે અત્યાધુનિક સુવિધા સાથે તૈયાર થયેલી લીલા હોટલમાં સૌ-પ્રથમવાર પ્રિ-વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે પ્રિ-આરોગ્ય સમિટને ખુલ્લી મૂકવામાં આવશે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં ખાસ ઉપસ્થિત રહેશે. આ સમિટમાં હ્યુમન ડેવલપમેન્ટ પ્રેક્ટિસનાં ઉચ્ચઅધિકારી કેમિલા હોલમેમો, યુનિસેફનાં વડા યસુમાસા કિમુરા, ભારત સરકારનાં આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગનાં અધિક સચિવ ડો.આરતી આહુજા ઉપરાંત કેન્દ્ર સરકારનાં આરોગ્ય વિભાગ હસ્તકનાં આયુષ વિભાગનાં ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહીને વિવિધ વિષયો પર પ્રવચન આપશે. સમિટમાં ત્રણ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.