Not Set/ આ દેશમાં 18,000 થી વધારે સરકારી કર્મચારીઓને કર્યા પદભ્રષ્ટ

તુર્કીમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તૈયપ એદોર્ગને આજ રવિવારના રોજ 18,000 થી વધારે સરકારી કર્મચારીઓને પદભ્રષ્ટ કરી દેવાનો આદેશ કર્યો છે. જેમાં અડધાથી વધારે પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તુર્કીમાં જુલાઈ 2016 માં આપાતકાલ લગાવવામાં આવ્યો હતો. દેશમાં આ વર્ષે આપાતકાલ લાગુ કાર્યના બે વર્ષ પુરા થવા જઈ રહયા છે, અને આ મહિને આપતકાલ હટવાની સંભાવનાઓ છે. […]

Top Stories World
recep tayyip erdogan આ દેશમાં 18,000 થી વધારે સરકારી કર્મચારીઓને કર્યા પદભ્રષ્ટ

તુર્કીમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તૈયપ એદોર્ગને આજ રવિવારના રોજ 18,000 થી વધારે સરકારી કર્મચારીઓને પદભ્રષ્ટ કરી દેવાનો આદેશ કર્યો છે. જેમાં અડધાથી વધારે પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તુર્કીમાં જુલાઈ 2016 માં આપાતકાલ લગાવવામાં આવ્યો હતો. દેશમાં આ વર્ષે આપાતકાલ લાગુ કાર્યના બે વર્ષ પુરા થવા જઈ રહયા છે, અને આ મહિને આપતકાલ હટવાની સંભાવનાઓ છે.

આ આદેશ ગત મહિને રાષ્ટ્રપતિ પદ પર આસીન થનાર એદોર્ગનેએ સોમવારે શાપિત વિધિ દરમિયાન આ આદેશ કર્યો હતો. પદભ્રષ્ટ કરવામાં આવેલા કર્મચારીઓમાં 199 લોકો દેશના અલગ-અલગ વિશ્વવિદ્યાલયોના એકેડેમિક કર્મચારીઓ છે અને પાંચ હજારથી વધારે કર્મચારીઓ સશસ્ત્ર બળના જવાનો છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય દ્વારા માર્ચમાં પ્રસ્તુત કરવામાં આવેલી રિપોર્ટના અનુસાર તુર્કી પ્રશાસન સત્તા પલટની અસફળ કોશિશો પછી લગભગ 1,60,000 નાગરિક સેવકોને પહેલા જ પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.

સત્તા પલટનો આરોપ લાગ્યો છે અને તેના વિરુદ્ધ મામલો ચલાવવા માટે તેમને જેલમાં બંદી બનાવી લેવામાં આવ્યા છે.