ICC T-20 WORLD CUP/ ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું,બટલરની 71 રનની સ્ફોટક ઇનિંગ્સ

બટલરે 32 બોલમાં 71 રનોની વિસ્ફોટ ઈનિંગ્સ રમી હતી. અને અંતે 11.4 ઓવરમાં ઇગ્લેન્ડે 2 વિકેટ ગુમાવીને 126 રન બનાવી ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટથી શાનદાર જીત મેળવી હતી

Top Stories Sports
ENGLAND ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું,બટલરની 71 રનની સ્ફોટક ઇનિંગ્સ

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડના પેસ એટેક સામે ટકી શકી ન હતી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરના અંતે 10 વિકેટ ગુમાવીને 125 રન જ બનાવી શકી હતી. બોલિંગથી ઓસ્ટ્રેલિયાને કચડ્યા બાદ ઈંગ્લેન્ડના  બટલરે ઓસ્ટ્રેલિયન બોલર્સ સામે આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. બટલરે 32 બોલમાં 71 રનોની વિસ્ફોટ ઈનિંગ્સ રમી હતી. અને અંતે 11.4 ઓવરમાં ઇગ્લેન્ડે 2 વિકેટ ગુમાવીને 126 રન બનાવી ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે જ ઈંગ્લેન્ડના પોઈન્ટ ટેબલમાં 6 અંક થઈ ગયા છે અને તે સેમિફાઈનલ માટે ક્વોલિફાયની એકદમ નજીક પહોંચી ગઈ છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ખરાબ શરૂઆત સાથે 20 ઓવરમાં 125 રન જ બનાવી શકી હતી. તેના માટે કેપ્ટન એરોન ફિન્ચે 49 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. જ્યારે એશ્ટન અગરે છઠ્ઠી વિકેટ માટે 47 રનોની પાર્ટનરશિપ કરી હતી. ઈંગ્લેન્ડ તરપથી બટલર અને જેસન રોય દ્વારા 11.4 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 126 રન બનાવીને જીત હાંસલ કરી હતી.

જોશ બટલરે વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. તેણે 32 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા. જ્યારે જેસન રોયે 22 રન બનાવ્યા હતા. આ સાથે જ ઈંગ્લેન્ડની જીત એકદમ સરળ બની ગઈ હતી. અને 12 ઓવરની અંદર જ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ઘૂંટણિયે પાડી દીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી ક્રિશ જોર્ડન 3 વિકેટ ઝડપી હતી, જ્યારે ટાયલમ મિલ્સ અને ક્રિસ વોક્સે 2-2 વિકેટ ઝડપી હતી.